બોલિવૂડ

સલમાન ખાન ‘ઇદ’ પર જ કેમ ફિલ્મ કરે છે રિલીઝ, જાણો આ છે કારણ

સલમાન ખાન અને ઈદનું ખાસ કનેક્શન છે. તેના ફેન્સ માટે આ ખાસ દિવસ અને ઈદની રજાને મજેદાર બનાવવા માટે, સલમાન ખાન ઘણીવાર આ દિવસે ફિલ્મો રિલીઝ કરે છે. આ દિવસે પણ સલમાન ખાનને ક્યારેય નિરાશ નથી કર્યો. ઈદ પર રિલીઝ થયેલી તેની ફિલ્મોએ પહેલા જ દિવસે બમ્પર કમાણી કરી છે. હવે સલમાન ખાન એટલે કે દરેકનો ફેવરિટ ભાઈજાન ઈદ પર ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ લઈને આવી રહ્યો છે. સલમાન ખાનની આ ફિલ્મની રિલીઝ પહેલા ફિલ્મ ક્રિટિક અને એનાલિસ્ટ તરણ આદર્શે સલમાન ખાનની અગાઉની બોક્સ ઓફિસ રિલીઝની સ્થિતિ જણાવી છે અને તેના ફેન્સને પ્રશ્ન પણ પૂછ્યો છે. તરણ આદર્શે પોતાના ટ્‌વીટમાં લખ્યું છે કે, ચાર વર્ષની લાંબી રાહ જાેયા બાદ ઈદ પર સલમાન ખાનની એક ફિલ્મ પૂરા જાેશ સાથે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ છે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’. આ પછી, તરણ આદર્શે પણ આ માહિતી શેર કરી છે કે રાધે ફિલ્મ ૨૦૨૧ માં ઇદ પર જરૂર રિલીઝ કરવામાં આવી હતી પરંતુ લિમિટેડ સ્ક્રીન પર. આ સિવાય દબંગ ૩ જે વર્ષ ૨૦૧૯માં આવી હતી અને અંતિમ જે નવેમ્બર ૨૦૨૧માં આવી હતી,

આ બંને ફિલ્મો ઈદ પર રિલીઝ થઈ નથી. આ પછી તરણ આદર્શે પણ લખ્યું છે, ચાલો જાેઈએ કે આ વખતે સલમાન ખાનની ફિલ્મનો પહેલો દિવસ કેવો રહ્યો? તરણ આદર્શે પોતાના ટિ્‌વટમાં ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની અન્ય ફિલ્મોના બિઝનેસ વિશે પણ જણાવ્યું છે. ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મોએ પહેલા દિવસે કેટલી કમાણી કરી તેની લિસ્ટ આ પ્રમાણે છે. ૨૦૧૦માં આવેલી ફિલ્મ દબંગે ૧૪.૫૦ કરોડ રૂપિયા, ૨૦૧૧માં ફિલ્મ બોડીગાર્ડ ૨૧.૬૦ કરોડ રૂપિયા, ૨૦૧૨માં આવેલી ફિલ્મ એક થા ટાઇગરે ૩૨.૯૩ કરોડ રૂપિયા, ૨૦૧૪માં આવેલી ફિલ્મ કિકે ૨૬.૪૦ કરોડ રૂપિયા, ૨૦૧૫માં ફિલ્મ બજરંગી ભાઇજાને ૨૭.૨૫ કરોડ રૂપિયા, ૨૦૧૬ માં રિલીઝ થયેલી ફિલ્મ સુલતાને ૩૬.૫૪ કરોડ, ૨૦૧૭માં આવેલી ફિલ્મ ટ્યુબલાઇટે રૂપિયા ૨૧.૧૫ રૂપિયા અને ૨૦૧૯માં ભારતે ૪૨.૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે દરેકની નજર સલમાનની અપકમિંગ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ પર ટકેલી છે.

Related Posts