બોલિવૂડ

સલમાન ખાન પાસેથી ઘણું શીખવા મળ્યું છે : શેહનાઝ ગિલ

પંજાબની કેટરિના કૈફ ગણાતી શેહનાઝ ગિલ સલમાન ખાનથી અત્યંત પ્રભાવિત છે. બિગ બોસમાં સલમાન ખાનને ઈમ્પ્રેસ કર્યા બાદ શેહનાઝને સીધી બોલિવૂડમાં એન્ટ્રી મળી ગઈ છે. સલમાનના હોમ પ્રોડક્શનની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં શેહનાઝનો મહત્વનો રોલ છે. કરિયરના આ તબક્કે શેહનાઝે સલમાન ખાને આપેલી શીખામણને યાદ કરી હતી. શેહનાઝ અને સલમાન પહેલીવાર રિયાલિટી શો બિગ બોસમાં મળ્યા હતા. તે સમયે કોઈને કલ્પના પણ ન હતી કે, સલમાન અને શેહનાઝ સાથે કામ કરશે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન શેહનાઝે જણાવ્યું હતું કે, સલમાન ખાન પાસેથી તેને ઘણું શીખવા મળ્યું છે. સલમાને સતત આગળ વધતા રહેવાનું શીખવાડ્યું છે. સખત મહેનત ચાલુ રહેશે તો ખૂબ આગળ વધી શકાશે તેવું જણાવીને સલમાને તેને મોટિવેટ પણ કરી હતી. જીવનમાં આસપાસના લોકો પાસેથી સતત કંઈક નવું શીખવા મળતું હોય છે અને તેમની મદદથી જ જીવન ટકી રહે છે. ઉલ્લેખનીય છે કે, બોય ફ્રેન્ડ સિદ્ધાર્થ શુક્લાને ગુમાવ્યા બાદ શેહનાઝ ખૂબ દુઃખી હતી. જાે કે સલમાને પોતાની ફિલ્મમાં સમાવીને શેહનાઝને સરપ્રાઈઝ આપી હતી.

Related Posts