સલાબતપુરામાં કુખ્યાત ચિયા મલિકે જાહેરમાં ટોળા ભેગા કરી જન્મદિવસ ઊજવ્યો
સુરતમાં જાણે લોકો કાયદાનો ડર રહ્યો નથી કારણકે કોરોનાકાળમાં સતત લોકો કાયદાનો ભંગ કરી રહ્યા છે અને એવી જ ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના કુખ્યાત ચિયા મલિક નામના ઇસમે તેના જન્મદિવસ ઉજાણી તો કરી પણ નિયમો તોડીને લોકો મોટી સંખ્યામાં એકત્ર કરી કરફ્યૂ ભંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ થતા પોલીસે શરૂ કરી કાર્યવાહી.
સુરતમાં દિવસેને દિવસે કાયદા ની પરિસ્થિતિ લડકી હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે કારણકે છાશવારે સુરતમાં જાહેરમાં જન્મદિવસ ઉજવીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ વિભાગ દોડતું થયું હતું.
આ વખતની ઘટના સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ખ્વાજા નગર ખાતે રહેતો અને માથાભારે સાથે કુખ્યાતની છાપ ધરાવ તો ચિયા મલિક નામના ઈસમનો જન્મદિવસ હતો. જાેકે ગુરુવારે રાત્રે આ ઇસ્મે પોતાના વિસ્તારના લોકો ને એકત્ર કરી જન્મ દિવસ ઉજાણી કરી, જાેકે કોરોના કાળમાં અહીંયા માસ્ક નહીં પહેરવા સાથે સોશિયલ મીડિયા ભંગ કર્યો હતો.
જાેકે વગર મંજૂરીએ ૧૦૦ કરતાં વધુ લોકોને એકત્ર કરી ગાઇડ લાઈનના ધજાગરા ઉડાવ્યા હતા. સાથે સાથે રાત્રે ૮ વાગ્યા બાદ કરફ્યુ હોવા છતાંય નિયમોની ઐસી તૈસી કરી હતી. જાેકે અહીંયા આ ઇસમે જન્મ દિવસ ઉજાણી કર્યા બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાની સાથે પોલીસ દોડતી થઈ હતી.
ત્યારે પોતાના વિસ્તારમાં લોકો સામે પોતાની છાપ ઉભી કરવા માટે જાહેરમાં જન્મ દિવસ ઉજાણી કરી અને તે પણ કરફ્યૂ વચ્ચે ૧૦૦ કરતા વધુ લોકોને એકત્ર કરી નિયમોનાં ધજાગરા ઉડાવ્યા હતા. જાેકે આ ઈસમે આમતો અનેકવાર વિવાદમાં આવી ચુક્યો છે ત્યારે પોલીસે જન્મ દિવસ ઉજાણીના ૨૪ કલાક બાદ તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.
Recent Comments