સસ્તા સોનાના નામે ચિટિંગ કરતી ભુજની ગેંગને પકડી પાડતી પશ્ચિમ કચ્છ એલસીબી
ચીટર ગેંગ કોઈને શિકાર બનાવે તે પહેલાંજ એલસીબીએ ચીટરોનો કર્યો શિકાર
બે મોંઘીદાટ ગાડીઓ અને ૮ મોબાઈલ મળી ૧૮,૨૯,૬૫૦ ના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા જ્યારે બે આરોપી ફરાર, ઝડપાયેલા આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ.
સસ્તા સોના પધરાવી ઠગાઈ કરનારી વધુ એક કુખ્યાત ટોળકીને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી તેમના મનસૂબા પર પાણી ફેરવ્યુ છે. ભુજ શહેરના એરોપર્ટ રોડ પર આવેલ ગાંધીનગરી વિસ્તારમાં દિલાવર કકલ તેના મકાનમાં અન્ય સાગરીતો સાથે મળી રાજસ્થાનની પાર્ટીને સસ્તું સોનુ પધરાવવાની પેરવીમાં હતો જે બાબતે પશ્ચિમ કચ્છ એલસીબીને બાતમી મળતા, એલસીબીની ટીમે ત્યાં ધસી જઈ ચીટર ગેંગને પકડી પાડી હતી. એલસીબીએ ઓપરેશન દરમ્યાન દિલાવર કકલ, ઉ.વ.૩૭, હાજી વલીમામદ કકલ ઉ.વ.૪૮, અકબર અલીમામદ સુમરા ઉ.વ.૨૬, જાવેદ ઉર્ફે જાવલો ઇસ્માઇલ બલોચ ઉ.વ. ૨૯ અને અમીના વલીમામદ કકલ ઉ.વ.૪૦ ને એક મહિન્દ્રા થાર જીપ, એક સ્વીફ્ટ કાર અને ૮ મોબાઈલ સાથે ૧૫ નંગ પીળા સોનાના પાણી ચડેલા બિસ્કિટ અને રૂ.૧૦૦,૨૦૦,૫૦૦ અને ૨000 ની ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નકલી નોટોના બંડલો સાથે પકડી પાડ્યા હતા. આ પાંચ આરોપી સિવાયના બે આરોપી રમજું કાસમ શેખડાડા અને મામદ હનીફ જુમાં શેખ પોલીસને હાથ લાગ્યા ન હતા.
Recent Comments