અમરેલી

સહકારથી સમૃદ્ધિ કરવાના સરકારના ધ્યેયને ખરા અર્થમાં સાર્થક સાબિત કરતા નાફેડ ના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લા ખાંભા ખાતે ડુંગળીની ખરીદી અંગે નાફેડના સતાધીશ સંગાથે એમ.ડી. દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું

સહકારથી સમૃદ્ધિ કરવાના સરકારના ધ્યેયને ખરા અર્થમાં સાર્થક સાબિત કરતા નાફેડ ના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લા ખાંભા ખાતે ડુંગળીની ખરીદી અંગે નાફેડના સતાધીશ સંગાથે એમ.ડી. દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું

 ખેડૂતોના હિત માં કામ કરતી  નાફેડ સંસ્થા દ્વારા મહુવા અને ખાંભા ખાતે ડુંગળીની ખરીદી પ્રક્રિયા શરૂ રાખીને ખેડૂતોની વ્હારે ઊભી છે અમરેલી જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો મહુવા સુધી ધક્કા ખાતા હતા તે પણ ખેડૂતોને અગવડતા ને અન્ય જિલ્લામાં ડુંગળી વેચવા ના જવું પડે તે માટે નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લાના ખાંભા એપીએમસી ખાતે ડુંગળી ખરીદવાનું સેન્ટર શરૂ કર્યા બાદ આજે નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી, એમ.ડી. રિતેશ ચૌહાણ (આઇ.એ.એસ.) નાફેડ ગુજરાતના મેનેજર શંકર શ્રીવાસ્તવની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ડુંગળીની જાહેર હરરાજીમાં ખાસ નિરીક્ષણ કર્યું હતું જગતના તાતને કોઈ મુશ્કેલીઓ અને વિટંબણા ના અનુભવે તે માટે ઈફકો ના ચેરમેન  દિલીપભાઇ સંઘાણી, નાફેડના એમ.ડી. રિતેશ ચૌહાણ, નાફેડ ના એડ.એડી.એમડી . સુનીલ કુમાર, નાફેડ ગુજરાત મેનેજર શ્રીવાસ્તવ સાથે મહુવા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દીપક માલાણીખાંભા એફ.પી.ઓ. ના વિપુલ શેલડીયા, ખાંભા માર્કેટ યાર્ડ ના ચેરમેન વિનુભાઈ રૈયાની ખાસ હાજર રહ્યા હતા ને ખેડૂતો સંગાથે ગોષ્ઠી કરી હતી.

Related Posts