fbpx
અમરેલી

સહકારી સંસ્થાઓની વર્ચ્યુઅલ બેઠક, દિલીપ સંઘાણીની ઉપસ્થિતી સહકારના માધ્યમથી મદદરૂપ બનવા ચર્ચા,વિચારણા

કોરોનાની લહેર ગત સાલ કરતા વધુ વિકરાળ બની છે, સરકાર અને સામાજીક સંસ્થાઓ આ આપદામાંથી બહાર આવવા અનેક પ્રયાસો કરી રહી છે તેમા દેશની સહકારી સંસ્થાઓ ઝડપી અને અસરકારક લોકપયોગી કાર્યો અને સવલતો લોકોની વચ્ચે લાવે તે માટેના
ઉપયોગી ઉપાયો શોધવા અંગેની બાબતોને અગ્રતા આપવા સાથે દેશની નામાંકીત સહકારી સંસ્થાઓએન.સી.યુ.આઈ., નાફેડ, ઈફકો, નાફસ્કોબ, નાફકબ અને નેશનલ ફિલ્મ એન ફાઈન આર્ટસ કો.ઓપ.ની યોજાયેલ વર્ચ્યુઅલ ગવર્નીંગ કાઉન્સિલમા ભાગ લેતા રાષ્ટ્રિય સહકારી નેતા દિલીપ સંઘાણીએ જણાવેલ હતું.

સંઘાણી એ વધુમા જણાવેલ કે, હજુ તો ગત સાલની મુશ્કેલીઓ માંથી બહાર નથી આવ્યા ત્યા એથી પણ વધુ વિકરાળ બનેલ કોરોનાકાળનો સહકારથી સામનો કરવા અને તે માટે આવશ્યક તમામ જરૂરીયાતો લોકો વચ્ચે પહોચે તે માટેના ઉપાયો–સામુહિક પ્રયાસોપર ભાર મુકેલ. અત્રે એ નોંધનીય બાબત છે કે, ગતસાલ કોરોનાકાળમા ખેડૂત સમયસર કૃષિ ધિરાણ ભરી શકે તે માટે એક વિશિષ્ટ ફંડની જોગવાઈ સાથે ખેડૂતોને મદદરૂપ બનવાના પ્રયાસમા જિલ્લાભરના ખેડૂતોને લાભ મળેલ અને સમયસર ધિરાણ નવુ–જુનુ કરવામા આવેલ

Follow Me:

Related Posts