સૌરાષ્ટ્ર મધ્યેના અમરેલી જિલ્લાની સહકારી પ્રવૃતિ અને સંચાલન નમુનેદાર અને માર્ગદર્શક બની રહે છે. અમરેલી જિલ્લાનુ સહકારી માળખુ જિલ્લા બેંક, જિલ્લા ખ.વે.સંઘ, જિલ્લા દૂધ સંધ , અમરેલી જીલ્લા સહકારી સંઘ સહિત સહકારી સંસ્થાઓ એક પરિવારનુ વટવૃક્ષ બની ચુકી છે. આ સંસ્થાઓ લોકપયોગી કાર્ય દ્રારા છેવાડાના માનવી સુધી સહકારી પ્રવૃતિઓ પહોચાડવાનું માધ્યમ બનીચુકી છે.
આગામી તા.૧૧/૦૯/ર૦રર, રવિવારના રોજ અમર ડેરી મુકામે જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓને આવરીલેતી વાર્ષકિ સાધારણ સભા સાથે ”સહકારી થી સમૃધ્ધિ” પરિસંવાદનું આયોજન કેન્દ્રીય ગૃહ–સહકાર મંત્રી શ્રી અમીતભાઈ શાહના અધ્યક્ષપદે કરવામા આવેલ છે જેમા કેન્દ્રીય ડેરી–પશુપાલન મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા, રાજયના સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ, જીલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર.સી.મકવાણા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ગુજકોમાસોલના વાઈસ ચેરમેન બિપીનભાઈ પટેલ (ગોતા), સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી., અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ, અમરેલી જિલ્લા સહકારી દરીદ–વેંચાણ સંઘ લી, અમરેલી જિલ્લા સહકારી સંઘ સહિત રાજય–જિલ્લા કક્ષાની અનેક સહકારી સંસ્થાઓ એકબીજાની પુરક બનીને ટીમ સહકાર તરીકે કામ કરી રહી છે. આવી સંસ્થાઓ પોતાની વાર્ષકિ સાધારણ સભાનો ખર્ચ બચાવી તેનો લાભ સભાસદોને મળી રહે તે માટે હરહંમેશ પ્રયત્નશીલ છે. અમરેલીમા દર વષ્ર્ોયોજાતી વાર્ષકિ સાધારણ સભામા પ્રથમવખત એવુ બન્યુ છે જેમા અમીતભાઈ શાહ સહિત સહકારી આગેવાનો અને સભાસદો વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહેવાના હોય જબરો ઉત્સાહ જોવા મળી રહેલ છે.
અમરેલી ખાતે તા.૧૧/૦૯/ર૦રર,રવિવારના રોજ યોજાય રહેલ સહકાર થી સમૃધ્ધિ પરિસંવાદ સહકાર–સંમેલનના આયોજનને દિલીપભાઈ સંઘાણી, અશ્વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી, જયંતિભાઈ પાનસુરીયા, મનિષભાઈ સંઘાણી સહિત ટીમ સહકાર કાર્યક્રમને આખરી ઓપ આપી રહયાનું યાદીમા જણાવાયેલ છે.
Recent Comments