સહકારી શિરોમણી અને વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન અમરેલી જિલ્લાનું ઘરેણું શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ઉપર થયેલા આક્ષેપોને કડક શબ્દોમાં વગાડતા અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું કેઆક્ષેપ કરવા, આરોપ લગાવવા અને અપશબ્દો બોલવા સરળ છે અને એ કોઈપણ કરી શકે! પણ શ્રી દિલીપભાઈ સંઘાણીએ કરેલા કાર્યો, સેવા અને પ્રવૃત્તિ કરવી અઘરી નહિ અસંભવ બરાબર છે.
દિલીપભાઇના યોગદાન અને સમર્પણને સમજવા માટે તેમણે કરેલા ત્યાગ, સંઘર્ષ અને પરિશ્રમને ઓળખવો પડે.
જુઠ્ઠાણાં ફેલાવીને હલકી પ્રસિદ્ધિ માટે ભટકતી આ જમાતને કોણ સમજાવે કે દિલીપભાઈ અમરેલી જિલ્લાના અનેક પરિવારોનો સહારો બન્યા છે.
દિલીપભાઈ એ એવુ નેતૃત્ત્વ છે જેમણે સંકટ સમયે હાથ ઊંચા કરીને માત્ર ખોખલા આશ્વાસનો નથી આપ્યા પણ નક્કર પરિણામ સાથે કામ કર્યું છે.
પારદર્શક, પ્રમાણિક અને પથદર્શક બનીને તેઓ કામ કરે છે.
અમરેલી જિલ્લા મધ્ય.સહકારી બૅન્ક હોય કે અમર ડેરી કે સહકારી સંસ્થાઓ હોય તોય પણ ભલે એક પણ વિભાગ ની અંદર જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર પારદર્શક રીતે અનેક પરિવારોને રોજીરોટી પૂરી પાડી અને ઘર ગુજરાન ચલાવે છે . આવાં વિરલ વ્યક્તિત્વ વિશે અભદ્ર ટીપ્પણી કરવી એ ખુબજ નિંદનીય અને મહાપાપ છે. એવું અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે
Recent Comments