ભાવનગર

સહભાગી સિંચાઈ અને પિયત બાબતે શેત્રુંજી ડેમ ખાતે પરીસંવાદ યોજાઈ ગયો

શેત્રુંજીડેમ ખાતે શેત્રુંજી સિંચાઈ વિસ્તારના ખેડૂત ભાઈ/બહેનો માટે પિયત ખેતી તથા સહભાગી સિંચાઈ વ્યવસ્થા બાબત અંગેનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રાદેશિક તાલીમ કેન્દ્ર વાલ્મી રાજકોટના કાર્યક્ષેત્ર હેઠળ સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારમાં આવેલ સિંચાઈ યોજનાના પિયત વિસ્તારમાં આવતા ખેડૂતોને તાલીમ તાલીમ અને માર્ગદર્શન દ્વારા સિંચાઈનો વધારેમાં વધારે કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે તથા નવી પિયત મંડળીની રચના થઈ શકે એવા હેતુને સાથે સહભાગી સિંચાઈ વ્યવસ્થા ઉપર એક દિવસ ના આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શેત્રુંજી ડેમની ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ, વાલ્મી રાજકોટના તજજ્ઞ, તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts