અમરેલી

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આગામી તા.૧૯મીએ ધારી ખાતે રી-પાસીંગ અને પાસિંગ (CFRA) કેમ્પનું આયોજન

અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા રી-પાસીંગ અને પાસિંગ (CFRA) કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ધારી રેસ્ટ હાઉસ ખાતે આગામી તા.૧૯ માર્ચ, ૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૫ વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પની તારીખ પૂર્વે વાહન પાસીંગની ઓનલાઈન ફી ભરી કચેરી ખાતે ઇન્વર્ડ કામગીરી પૂર્ણ કરાવવી. ત્યારબાદ ધારી રેસ્ટ હાઉસ ખાતે ઇન્સ્પેકશન કરાવવું. જિલ્લાના ધારી તાલુકાના વાહન માલિકો અને કબ્જેદારોને એ અંગે નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અમરેલી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts