સહારા ગ્રુપના સ્થાપક શ્રી સુબ્રત રોયનું 75 વર્ષની વયે નિધન
સહારા ગ્રુપના સ્થાપક શ્રી સુબ્રત રોયનું 75 વર્ષની વયે નિધન થયું છે. તેમને લાંબી બીમારી બાદ આજે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર લખનૌમાં કરવામાં આવશે. સુબ્રત રોય સ્વર્ગસ્થ સુધારી ચંદ રોયના પુત્ર હતા. તેમનો જન્મ બિહારના અરરિયામાં એક ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. સુબ્રત રોય હંમેશા અભ્યાસમાં ખૂબ જ સારા હતા. તેમને ગોરખપુરની સરકારી ટેકનિકલ સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું. સહારા ગ્રુપની સ્થાપના પહેલા તેમને રિયલ એસ્ટેટમાં લાંબો સમય વિતાવ્યો હતો.. સહારા ગ્રૂપની સ્થાપના પહેલાં તેમની પાસે રિયલ એસ્ટેટનો 18 વર્ષનો અનુભવ અને 32 વર્ષનો વ્યાપક બિઝનેસ અનુભવ હતો. તેમને સ્વપ્ના રોય સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રો છે. અખિલેશ યાદવે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેને વ્યક્તિગત ખોટ ગણાવી. એક રિપોરેટ મુજબ 2012માં ભારતના 10 સૌથી શક્તિશાળી લોકોમાં રોયનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. 2004માં, સહારા ગ્રુપને ‘ભારતીય રેલવે પછી ભારતમાં બીજા નંબરનું સૌથી મોટું રોજગારદાતા’ તરીકે વર્ણવ્યું હતું. આ જૂથ ભારતભરમાં ફેલાયેલી 5,000 થી વધુ સંસ્થાઓ સાથે કામ કરે છે અને સહારા ઈન્ડિયાની છત્ર છાયા હેઠળ આશરે 1.2 મિલિયનનું કાર્યબળ ધરાવે છે.. સહારાની સેવાકીય કામગીરી અંગે વાત કરવામાં આવે તો 2013 માં, સહારાએ પૂર પ્રભાવિત ઉત્તરાખંડ પ્રદેશમાં એક લાખ પીવાના પાણીની બોટલો, પેકેજ્ડ જ્યુસ અને ફૂડ પેકેટ્સ તેમજ મીણબત્તીઓ અને મેચ બોક્સ આપીને રાહત પ્રયાસોમાં ફાળો આપ્યો હતો.
આ સત્યહે અહીં ડોકટરો અને મફત દવાઓથી સજ્જ 25 તબીબી આરોગ્ય એકમ વાન હતી અને જૂથ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેઓ 10,000 પ્રી-ફેબ્રિકેટેડ મકાનો બનાવીને પુનર્વસન કાર્યક્રમમાં યોગદાન આપશે. આ સાથે કારગિલ યુદ્ધ પછી, ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ શહીદોના 127 પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સુબ્રત રોય સહારાની આગેવાની હેઠળની સહારા ઇન્ડિયાની પ્રશંસા કરી હતી.. સુબ્રત રોયને મળેલા એવોર્ડ વિષે જણાવીએ, સુબ્રત રોયને યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન તરફથી બિઝનેસ લીડરશીપમાં માનદ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત થઈ હતી. વર્ષ 2011માં લંડનમાં પાવરબ્રાન્ડ્સ હોલ ઓફ ફેમ એવોર્ડ્સમાં બિઝનેસ આઇકોન ઓફ ધ યર એવોર્ડ પણ મળ્યો હતો. તેઓ 2007માં ITA – ટીવી આઈકોન ઓફ ધ યર હતા. તેમને 2004માં ગ્લોબલ લીડરશિપ એવોર્ડ મળ્યો હતો. સુબ્રત રોયને 2002માં બિઝનેસમેન ઓફ ધ યરનો એવોર્ડ, 2002માં શ્રેષ્ઠ ઉદ્યોગપતિનો એવોર્ડ, ભારતના ટોચના પ્રકાશન ગૃહોમાંના એક દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ઉડાન સન્માન (2010), રોટરી ઈન્ટરનેશનલ, કર્મા દ્વારા વોકેશનલ એવોર્ડ ફોર એક્સેલન્સ (2010) મળ્યો છે.. સુબ્રત રોયનું રાત્રે 10:30 કલાકે થયું અવસાન.. જે વિષે પણ જણાવીએ, સહારા ઈન્ડિયા દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલી માહિતી મુજબ સુબ્રત રોય મેટાસ્ટેટિક સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત છે, આ ત્રણ સમસ્યાઓના કારણે તેઓ અન્ય ઘણી બીમારીઓથી પણ ઘેરાયેલા હતા. 14 નવેમ્બરે રાત્રે 10:30 વાગ્યે કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું. એવું કહેવાય છે કે બે દિવસ પહેલા 12 નવેમ્બરે તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Recent Comments