fbpx
ગુજરાત

સાંતલપુરમાંથી ૧૮ હજાર લિટર બાયોડીઝલના જથ્થા સાથે બેની ધરપકડ

મુન્દ્રાથી રાજસ્થાન તરફ શંકાસ્પદ બાયોડીઝલની હેરફેર થતી હોવાની એલસીબી પોલીસને મળેલી અંગત બાતમીના આધાર પર સાંતલપુર તાલુકાના પિપરાળા ચેક પોસ્ટ પર પોલીસે વોચ ગોઠવી હતી. તે એક ટેન્કર આવતા તેની તપાસ કરાઈ હતી. જે ટેન્કર નંબર જીજેઈએવી૯૮૮૨માં ૧૦,૫૮,૩૫૮ની કિંમતનું શંકાસ્પદ ૧૮,૯૬૭ લિટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બાયોડીઝલનો જથ્થો તેમજ ૧૫,૦૦,૦૦૦/-કિંમતનું ટેન્કર મળી કુલ ૨૫,૫૮,૩૫૮નો મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા. શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપાતા સાંતલપુર મામલતદાર, એમ.જી.પરમાર મુખ્ય પુરવઠા નિરીક્ષક પી.બી.સિલ્વા સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન દોડી ગયો હતો અને શંકાસ્પદ જથ્થાનું સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું હતું.

લાખોની કિંમતનું બાયોડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા સાંતલપુર પોલીસ સ્ટેશને ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.સાંતલપુરના પીપરાળા ચેક પોસ્ટ પરથી એલસીબીની ટીમે મુન્દ્રાથી રાધનપુર લઈ જવામાં આવી રહેલો ગેરકાયદેસર બાયોડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ટેન્કરમાંથી ૧૮ હજાર લિટર બાયોડીઝલનો જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક બાજુ પેટ્રોલ-ડીઝલની હાલ અછત જાેવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ પોલીસે મોટા પ્રમાણમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Follow Me:

Related Posts