fbpx
અમરેલી

સાંસદની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા વિકાસ કો–ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમીટીની બેઠક મળી

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની જનહિતકારી યોજનાઓના સુચારું અમલીક૨ણ તેમજ જિલ્લાની સંબંધિત કચેરી દ્વારા કરવામાં આવેલી કામગી૨ીની સમીક્ષાના કરવાના હેતુથી અમરેલીના સાંસદ શ્રી ના૨ણભાઈ કાછડીયાના અધ્યક્ષતામાં અને અમરેલી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ કો ઓર્ડીનેશન મોનીટરીંગ કમીટીની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સમગ્ર અમરેલી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તા૨માં જિલ્લા સુખાકારી હેતુથી ચાલતા વિવિધ વિકાસકાર્યો તેમજ વિવિધ યોજનાઓના લક્ષ્યાંક, સિધ્ધી અને યોજના અમલીક૨ણ હેતુથી વહીવટી તંત્રને પડતી મુશ્કેલી બાબતે વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ યોજનાઓ હેઠળ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાની તમામ કચેરીના ઉચ્ચ અધિકારીશ્રીઓની અને અન્ય પદાધિકારીશ્રી તથા સ્થાનીક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts