અમરેલી

સાંસદને સાંત્વના પાઠવતા અમરેલીના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

સાંસદ નારણભાઇ કાછડિયાના ધર્મપત્નીનું અવસાન મુક્તાબેનનું તાજેતરમાં દુઃખદ અવસાન થતા અમરેલીના પ્રભારી મંત્રીશ્રી અને અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે અમરેલી ખાતે બેસણામાં હાજરી આપી કાછડીયા પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર અને ભાજપ પરિવારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts