અમરેલી ખાતેની કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત અને જિલ્લામાં અમલીકૃત અનેકવિધ યોજનાઓમાં કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા વિકાસ કો–ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમીટીની બેઠક મળી હતી.
સાંસદશ્રીએ સરકારની વિવિધ યોજનાની જિલ્લામાં ૧૦૦ ટકા અમલવારી થાય તથા છેવાડાનાં લોકો તમામ યોજનાનો લાભ મેળવે અને લોકોનું જીવન ધોરણ તથા સગવડતામાં વધારો થાય તે બાબત ઉપર તમામ શાખા અધિકારીશ્રી પદાધિકારીશ્રી સંકલનથી કામ કરી અમરેલીના વિકાસની ગતીને આગળ વધારે તે માટે આયોજનલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું.
બેઠકમાં શહેરી, ગ્રામ્ય, રેલવે, સિંચાઈ, માર્ગ અને મકાન, પાણી, સફાઈ, વીજ પુરવઠો, રોજગાર, આરોગ્ય, શિક્ષણ, બાળ વિકાસ, સુરક્ષા, ખેતી, આયોજન, ખાણ-ખનીજ, ટેલિકોમ વગેરે વિભાગોની લક્ષ્યાંક, સિધ્ધિ, ફરીયાદ–રજુઆત અને અમલીકરણ માટે પડતી મુશ્કેલી જેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વિશાલ સક્સેના, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સહિતના વિવિધ શાખાઓના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments