આજે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર નવી સંસદના શ્રીગણેશ થઈ રહ્યાં છે. ત્યારે જુના સંસદ ભવનમાં સાંસદોનું ફોટોસેશન કરાયુ હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદો હાજર હતા. ત્યારે ગુજરાતના ભાજપના સાંસદ નરહરિ અમીનની તબિયત લથડી હતી. તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. આજે મંગળવારથી સંસદ ભવન બદલાઈ રહ્યું છે.
આજથી સાંસદો નવી સંસદમાં કામગીરી કરશે. ત્યારે તમામ સાંસદો જૂના ભવનથી નવા ભવન તરફ જશે. આજથી નવી સંસદમાં કાર્યવાહી થશે. તેથી પીએમ મોદી, રાહુલ ગાંધી સહિત સત્તા અને વિપક્ષના તમામ સાંસદો જૂની સંસદમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે તમામ સાંસદોનું ખાસ ફોટો સેશન આયોજિત કરાયુ હતું. પહેલા રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ ફોટો પડાવ્યા હતા. આ બાદ બંને સદનના સાંસદોનું ફોટોશૂટ થયુ હતુ. આ દરમિયાન ગુજરાતના બીજેપી સાંસદ નરહરિ અમીનની તબિયત લથડી હતી. જેથી ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક નરહરિ અમીનની સંભાળ લીધી. હાલ નરહરિ અમીનની તબીયત સારી છે.
Recent Comments