fbpx
અમરેલી

સાંસદ આદર્શ ગામોના વિકાસ માટે અધિકારીઓ સાથે બેઠક યોજતા સાંસદ નારણભાઈ કાછડીયા

આજ તા. ૦૧/૦૩/ર૦ર૩ ના રોજ અમરેલી સાંસદ કાર્યાલય પર સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્રારા તેમણે સાંસદ આદર્શ ગામ તરીકે દતક લીધેલ લીલીયા તાલુકાના જાત્રોડા અને સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામોમાં થયેલ કામો, પ્રગતિ ધરાવતા કામો અને નવા મંજુર થયેલ વિકાસ કાર્યો અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી કામોની સમિક્ષા કરેલ હતી.

બેઠક દરમ્યાન સાંસદશ્રીએ જે તારીખથી ગામ દતક લીધેલ હતા ત્યારથી અત્યાર સુધીમાં ગામોમાં સરકારશ્રીની વિવિધ જન કલયાલકારી યોજનાઓ માંથી થયેલ વિકાસના કાર્યો, ચાલી રહેલ કામો અને નવા મંજુર કરવાના થતાં કામો અંગે સવિસ્તાર ચર્ચા કરી સંબંધીત અધિકારીશ્રીને કામો મંજુર કરવાથી લઈ સમય મર્યાદામાં થાય તે માટે તકેદારી લેવા તેમજ આ બંને ગામોના ગ્રામજનોને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિભિ્ાન્ન યોજનાઓનો લાભ મળી રહે તે માટે પણ ઘટતું કરવા સાંસદશ્રીએ તાકીદ કરેલ હતી.

આ બેઠકમાં જીલ્લા આયોજન અધિકારી શ્રી લલીતભાઈ અમીન, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વસ્તાણી, લીલીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી કિશોરભાઈ આચાર્ય , સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.પી.પરમાર, વાસ્મો અધિકારી શ્રી વામજા, તલાટી મંત્રીઓ શ્રી પી.એલ.સાંગાણી અને શ્રી હરદેવભાઈ પંડયા ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts