સાંસદ જિલ્લા કલેકટર રોડ વિભાગ ના અધિકારી ઓએ રાતો રાત ખેતી ની જમીનો બિન ખેતી માં ફેરવવા રાત્રી એ કચેરી ઓ ધમધમતી રાખી
અમરેલી મહુવા-જેતપુર નેશનલ હાઈવે ૪ માર્ગી બનાવવાના નોટીફેકશન પુર્વે સાંસદ કાછડીયા જિલ્લા કલેકટર-અમરેલી અને નેશનલ હાઈવેના – અધિકારીઓના મેળાપીપળાથી જમીન સંપાદન કરી ઉચુ વળતર મેળવી રાષ્ટ્રીય નાણાનું કૌભાંડ આચરવાના કામે ૨૭/૧૨/૨૦૨૩ ની કચેરીને અરજીના કામે વિશેષ વિગતે વધુ માહિતી ફરિયાદ સાથે RTI એક્ટિવિસ્ટ સુખડીયા એ પી એમ ઓ કચેરી સુધી લેખિત ફરિયાદ કરી અમરેલી-મહુવા – જેતપુર નેશનલ હાઈવે નંબર ૩૫૧ ને ચાર માર્ગી બનાવવા માટે ભારત સરકારશ્રીના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ૨૦૧૭-૨૦૧૮ થી આ રસ્તાના નિર્માણ માટે બજેટમાં સમાવેશ કરી પ્રાથમિક મંજુરી ભારત સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ હતી.
જેની આગળની પ્રક્રિયા રૂપે જિલ્લા કલેકટરશ્રી નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ દ્વારા જમીન સંપાદન કરવા માટેના સર્વે નંબરોની જોઈન્ટ માપણી તેમજ સંપાદન અધિકારીશ્રી પ્રાંત કલેક્ટર અમરેલીને નિમણુંક કરેલ જેની વર્ષ ૨૦૨૧ થી ડી.આઈ.એલ.આર. અમરેલી સંપાદન અધિકારી-અમરેલી દ્વારા જોઈન્ટ માપણી માટેની નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા જરૂરી માાપણી ફી પેટેની રકમ ભરવામાં આવી હતી અને આ બાબત દરેક પત્રો જિલ્લા કલેક્ટરશ્રી અને મહેસુલ સચિવશ્રી ગુજરાત સરકારને મોકલવામાં આવતા હતા જે બાબતેની તમામ જાણકારી જિલ્લા કલેકટર શ્રી અને સાંસદ અમરેલી ને સંપુર્ણ જાણ હતી તેમ છતાં મે તા. ૨૭/૧૨/૨૦૨૩ ની અરજીમાં જણાવ્યા મુજબ નારણભાઈ કાછડીયાની જમીન મોજે ચરખડીયા તા.સાવરકુંડલા જી.અમરેલીની સર્વે નંબર. ૩૩ર ખાતા નં. ૧૬૪ ક્ષેત્રફળ ૯-૧૩૩.૦૦ ચો.મી. પૈકી ૫૦૦૦/- ચો.મી. બિનખેતી કરેલ છે. જેની નોંધ માત્ર ૧૭ દિવસમાં મજુર કરેલ અને તા. ૧૬/૧૧/૨૦૨૩ ના નોંધ પાડવામાં આવેલ છે. તેમજ મોજે સાવરકુંડલા તા. સાવરકુંડલા જિ. અમરેલી સર્વે નંબર. ૧૫૦/પૈકી ૨ ખાતા નંબર. ૮૨૪ ક્ષેત્રફળ ૧૯.૪૨૫ ચો.મી. પૈકીની ૮.૦૯૪/- ચો.મી. બીનખેતી તા. ૧૮/૭/૨૦૨૩ થી નોંધ પાડવામાં આવેલ જે મે અગાઉની અરજીમાં જણાવેલ આ કામે વધુમાં મોજે સાવરકુંડલા ની સર્વે નંબર. ૧૫૦/પૈકી ૧ કાળુભાઈ ભીખાભાઈ કાછડીયા (સાંસદના ભાઈ) ની તા. ૩૦/૬/૨૦૨૩ બીનખેતીની નોંધ મંજુર કરવામાં આવેલ છે.
તેમજ તેના ભાઈ કાળુભાઈ ભીખાભાઈ કાછડીયા વિગેરેની સરખડીયા તા. સાવરકુંડલા જિ. અમરેલીની સર્વે નંબર. ૨૨૩ ની જમીન તા. ૩૦/૬/૨૦૨૩ ના બીનખેતી નોંધ મંજુર કરવામાં આવેલ છે. તેમજ તેના ભાઈ કાછડીયા ચતુરભાઈ ભીખાભાઈ વિગેરે મોજે સરખડીયા તા. સાવરકુંડલા જિ.અમરેલી ની સર્વે નંબર ૩૩૦ બીનખેતી તા. ૨૭/૬/૨૦૨૩ ના નોંધ પાડી બીનખેતી મંજુર કરવામાં આવેલ આમ એકજ પરિવારની પાંચ અલગ અલગ જમીનો બીનખેતી કરવામાં આવી તેમજ તેઓના માણસ તરીકે પુંજી પતી નિવૃત એ.ટી.ડી.ઓ રહે. સાવરકુંડલા વૃંદાવન સોસાયટી તા.જી.અમરેલી હર્ષદ મધુકાંત દવેના નામથી તેમજ તપનભાઈ હર્ષદભાઈ દવે નામથી તાત્કાલીક લાપાળીયા તા.અમરેલી જી.અમરેલી ગામની જમીન સર્વે નંબર. ૩૬૦ જૂનો સર્વે નંબર. ૩૧ પેત્રફળ ૪, ૨૫૨ ચો.મી. બિનખેતી તા.૨૧/૧૦/૨૦૨૩ મોજે લાપાળીયા તા. અમરેલી. જી.અમરેલી સર્વે નંબર. ૨૩૪ જુનો ૯૨/ર ક્ષેત્રફળ ૧૪૪૫ ચો.મી. બીનખેતી તા. ૨૦/૧૦/૨૦૨૩ ક્ષેત્રફળ ૫.૫૦ર બિનખેતી તા.૨૩/૧૦/૨૦૨૩ તેમજ હર્ષદભાઈ મધુકાંતભાઈ દવે મોજે મોટા ગોખરવાળા તા.અમરેલી. જી.અમરેલી સર્વે નંબર. ૧૧ પૈકી ૧ ક્ષેત્રફળ ૩,૫૪૧ ચો.મી. બિનખેતી તા. ૧/૯/૨૦૨૩ મોજે મોટા ગોખરવાળા તા. અમરેલી જી.અમરેલી, સર્વે નંબર. ૧૦/૧ પૈકી ૪, ૧૪૮ ક્ષેત્રફળ ચો.મી. જમીન બિનખેતી તા. ૪/૯/૨૦૨૩ તેમજ ચરખડીયા તા. સાવરકુંડલા જિ. અમરેલી ની જમીનો પણ આ રોડમાં સવેનંબરો કપાત થાય છે. તેને પણ બીનખેતી કરવામાં આવેલ છે. આવી જ રીતે રોડ એલાર્ટમેન્ટમાં આવતા ઓળીયા તા.સાવરકુંડલા જિ.અમરેલીના જુના હાઈવેના ગામથી બારોબાર કાઢવા માટેનો પ્લાન
બનાવી રોડના તમામ સર્વે નંબરોના ખેડુતો સાથે ક્રમશ સાંસદશ્રીના મળતીયાઓએ મુલાકાત કરી
ખાનગી એમ.ઓ. યુ કરી એ જમીન પણ બીનખેતી કરવામાં આવેલ છે. આવી જ રીતે ખીજડીયા નવા
તા. અમરેલી જિ.અમરેલી ના ખેડુતો સાથે પણ બેઠેક યોજી બીનખેતી તાત્કાલીક કરાવી દેવામાં આવેલ
છે. આમ આ રોડ બનાવાનો છે તેવી કલેકટરશ્રી અમરેલી અને સાંસદ નારણભાઈ કાછડીયાને સંપુર્ણ
માહિતી હતી તેમજ સંપાદન અધિકારી દ્વારા ખેડુતોને તારીખ. ૮-૨-૨૦૨૨, ૨૨-૩-૨૦૨૨ ના
ખેડુતોને જમીન કપાત અંગેના પત્રો પાઠવી તા. ૧૩/૧/૨૦૨૨ ના ભારત સરકારના ગેઝેટના ભાગ-૨
સેકશન-૩ સબ સેકશન ૨ પાના નં. ૧ થી ૧૭ અને તા. ૧૭/૧/૨૦૨૨ના ગેઝેટ પાના નં. ૧ થી ૨૫
ઉપર તથા સંદેશ દૈનિક સમાચાર પત્રની તા. ૫/૨/૨૦૨૨ ની આવૃતિમાં અને અંગ્રેજી દૈનિક ઈન્ડીયન એકસ પરની તા. ૫/૨/૨૦૨૨ ની આવૃતિ અને તા. ૬/૨/૨૦૨૨ ના આવૃતિમાં ગુજરાત સમાચારમાં આ રોડ અંગેની જાહેર પ્રસિધ્ધિ નંબર ભારત સરકારના જાહેર નામા નં. એચ.ઓ. ૨૧૬૪
(ઈ)તા.૧૯/૧/૨૦૨૧ અનુસાર અમરેલી- જેતપુર હાઈવે ને ચાર માર્ગી કરવામાં સંપાદીત થાય છે
તેવા પત્રો સક્ષમ અધિકારી જમીન સંપાદન એન.એચ. ૩૫૧ અને સબ ડીવીઝન મેજી. અમરેલી દ્વારા
ખેડુતોને જાણ કરવામાં આવે જેથી કલેકટરથી લઈને જવાબદાર તમામ અને આ હાઈવે બનવાની
સંપુર્ણ જાણકારી હતી. અને આ લોકોએ પોતાના માલેતુદારો અને મળીયાઓ તેમજ અધિકારીના
મેળાપીપણાથી બીજુ જાહેર નામુ તા. ૨૨/૧૧/૨૦૨૩ ના બહાર પડે તે પુર્વે તેના નકકી થયેલ
એમ.ઓ. યુ વાળા અરજદારો પાસે ઓન લાઈન અરજી કરાવી આ સમય મર્યાદામાં બીનખેતી મંજુર
કરાવી લેવામાં આવેલ તેમજ નવા ખીજડીયા તા. અમરેલી જિ.અમરેલી લાપાળીયા, તા. અમરેલી
જિલ્લો અમરેલી મોટા ગોખરવાળા તા. અમરેલી જિ.અમરેલી ઓળીયા તા. સાવરકુંડલા જી.અમરેલી
સાવરકુંડલા તા. સાવરકુંડલા જિ. અમરેલીના એકલ દોકર રીતે બીનખેતી કરવા મુકેલ અરજીઓ દફતરે
કરી દેવામાં આવેલી જેથી ઈરાદા પુર્વક રાષ્ટ્રીય નાણાનું ઉચુ વળતર મેળવવા અને સરકાર નાણા નું
નુકશાન પહોંચાડવા આ આયોજન પુર્વક ષડયંત્ર ગોઠવવામાં આવ્યુ હોય તેમ આ સમય ગાળા દરમ્યાન
રાત્રના ૯-૦૦-૧૦-૦૦ વાગ્યા સુધી કલેકટર ઓફીસ તેનાા મળીયાતા ખેડુતોને બોલાવી બીનખેતી કામે
કામગીરી કરવામાં આવી આમ સાંસદ શ્રી અમરેલી નારણભાઈ કાછડીયા પોતે સાંસદ તરીકે શપથ ગ્રહણ માં ભય પક્ષપાત કે નિજી સ્વાર્થ થી પર રહી વિધિ દ્વારા સ્થાપિત ન્યાય નું આચરણ કરવા કરેલ હોવા છતાં અને તેના પરિવાર જાનોની બીનખેતી જમીન કરાવી સરકારી નાણાનો આર્થિક ફાયદો
ઉઠાવવા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ બાબતને ગંભીરતાથી લઈ સરકાર નાણા આ લોકોના ખાતામાં
જમા થાય તે પુર્વે તપાસ કરી યોગ્ય તમામ જવાબદારો સામે કાર્યવાહી થવા અને પૂર્વ રચિત ષડયંત્ર માં સંડોવાયેલ વિરુદ્ધ ફોજદારી રાહે પગલા ભરવા મારી વિનંતી છે.તેમ જાણીતા RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા એ પ્રધાનમંત્રી ની કચેરી ને લેખિત ફરિયાદ કરી હોવા નું જણાવ્યું છે
Recent Comments