સાંસદ નારણભાઈ કાછડીયાનાં અઘ્યક્ષ સ્થાને અમરેલી ખાતે સીટી સર્વેને લગતા વર્ષો જૂના પડતર પ્રશ્નો અંગે ચર્ચા થઈ
સાંસદ નારણભાઈ કાછડીયાનાં અઘ્યક્ષ સ્થાને
અમરેલી ખાતે સીટી સર્વેને લગતા વર્ષો જૂના પડતર પ્રશ્નો અંગે ચર્ચા થઈ
ઉચ્ચ અધિકારીઓએ સત્વરે નિકાલ કરવા ખાત્રી આપીઅમરેલી સાંસદ કાયાલય ખાતે સાંસદ નારણભાઈ કાછડીયાના અઘ્યક્ષ સ્થાને જિલ્લાના સીટી સર્વે વિભાગને લગત વિવિધ પડતર પ્રશ્નોના નિવારણ અથે સીટી સવેના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગરથી નાયબ નિયામક અશોક નાડા, એસ.એલ.આર. સુપ્રિટેન્ડેન્ટ રાજશ્રીબેન ડામોર, શીરસ્તેદાર ચૌહાણ, કોન્ટ્રાકટર તથા બિલ્ડસ એસોસીએશન-અમરેલીના ઉપપ્રમુખ દિપકભાઈ મહેતા, જયંતિભાઈ ડોબરીયા, ચંદુભાઈ વોરા, સંજયભાઈ વાગડીયા, હિંમતભાઈલોંકી, દયાળભાઈ સંઘાણી, નરેશભાઈ સાકરીયા, દિનેશભાઈ, જયંતિભાઈ મનાણી અને અરજદારો ઉપસ્થિત રહયા હતા. આ બેઠકમાં મુખ્યત્વે નીચે મુજબના વિવિધ પ્રશ્નો અંગેૃસવિસ્તાર ચચાઓ થયેલ હતી.સીટી સવે કચેરી દ્વારા નવા દસ્તાવેજ થાય ત્યારે નામ ફેર કરવાની અરજી આપવા જતા અરજદારને બીનખેતી સવે નંબરના પ્લોટોના ઉતરોતર વેચાણ દસ્તાવેજોની અરજીઓ બીનખેતી થયા બાદ જેટલા દસ્તાવેજ થયા હોય તે દરેકની નવી અરજીઓ કરવા માટે જણાવવામાં આવે છે.
પ્રથમ ઉતરોતર દસ્તાવેજોની અરજીઓ બાબત અનેક મુશ્કેલીઓ થાય છે. પુનઃ દરેક દસ્તાવેજ ડોકયુમેન્ટસ રજૂ કરવા પડે છે. તમામના વતમાન સરનામાની વિગતો દશાવવી પડે છે. વષો પહેલા દસ્તાવેજો થઈ ગયા હોય તેવા તમામ અરજદારો હાલ કયાં રહેતા હોય તેની કોઈ માહીતી હોતી નથી. ઘણી વખત ઉતરોતર જૂના દસ્તાવેજો પુરાવાઓ પણ હસ્તગત હોતા નથી, જે મેળવવા લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. પ્રથમથી આજ સુધી થયેલ દસ્તાવેજોની સીટી સવે કચેરીમાં પી.આર. કાર્ડમાં એન્ટ્રી મંજુર થવામાં ખુબ જ સમય લાગે છે. તેના કારણે છેલ્લા પ્લોટ માલિકને રજા ચિઠઠી મળતી નથી, લોન મળતી નથી વગેરે જેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અગાઉ વેચાણ વ્યવહારો બાબતે મામલતદાર કચેરી દ્વારા સંપૂણ ખાતરીકરીને જ ગામ નમુના નં. ર અને 8-અમાં નોંધો મંજુર થયેલ હોય છે. તો પુનઃ આ જ પ્રક્રિયા સીટી સવે કચેરીમાં પ્રોપટી કાડમાં નામ ફેર કરવા માટે કરવી પડે છે. જેના લીધે લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે.અગાઉ વેચાણ વ્યવહારો બાબતે મામલતદાર કચેરી દ્વારા સંપૂણ ખાતરીકરીને જ ગામ નમુના નં. ર અને 8-અમાં નોંધો મંજુર થયેલ હોય છે. તો પુનઃ આ જ પ્રક્રિયા સીટી સવે કચેરીમાં પ્રોપટી કાડમાં નામ ફેર કરવા માટે કરવી પડે છે. જેના લીધે લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે.
Recent Comments