અભિનેતામાંથી રાજનેતા બનેલા રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા સંરક્ષણ દળમાં જાેડાઈ છે. તે ભારત સરકારની અગ્નિપથ યોજના હેઠળ સંરક્ષણ દળનો ભાગ બની છે. આ યોજના ગયા વર્ષે જ શરૂ કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં રવિ કિશને તેમની પુત્રી માટે ડિફેન્સ ફોર્સમાં જાેડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન તેણે કહ્યું હતું કે ઈશિતા તે દિવસે પરેડમાં ભાગ લેનાર દિલ્હી ડિરેક્ટોરેટની ૭ ગર્લ્સ બટાલિયનની કેડેટ્સનો ભાગ હતી. રવિ કિશને પોતાની પુત્રીની આ સિદ્ધિની પુષ્ટિ ટિ્વટર પર કરી છે. આ પહેલા તેણે ગયા વર્ષે ૧૫ જૂને એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, ‘સવારે પુત્રીએ કહ્યું કે હું અગ્નિપથ યોજના હેઠળ સેનામાં જાેડાવા માંગુ છું. મેં તેને કહ્યું, બેટા આગળ વધો.’ ઈશિતા શુક્લાની વાત કરીએ તો તે હવે ૨૧ વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ ૧૦ ફેબ્રુઆરીએ જૌનપુરમાં થયો હતો. તેણે દિલ્હી યુનિવર્સિટીની રાજધાની કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ઈશિતા એનસીસીમાં કેડેટ રહી ચૂકી છે. તેમને વર્ષ ૨૦૨૨માં દ્ગઝ્રઝ્ર છડ્ઢય્ એવોર્ડ ઑફ એક્સલન્સ એનાયત કરવામાં આવ્યો હતો. કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા તેમને શ્રેષ્ઠ કેડેટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઈશિતા શુક્લા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. ટ્રાવેલિંગ સિવાય તેને ઈન્ડોર શૂટિંગનો પણ શોખ છે. ઈશિતા કુલ ચાર ભાઈ- બહેન છે. તેમાં સૌથી મોટી તનિષ્કા શુક્લા છે. જે ઈશિતાની મોટી બહેન છે. તનિષ્કા બિઝનેસ મેનેજર અને રોકાણકાર છે. બીજા સ્થાને તેની બહેન રીવા શુક્લા છે. તે બોલીવુડ અભિનેત્રી છે. ઈશિતાને એક ભાઈ પણ છે. જેનું નામ સક્ષમ શુક્લ છે. રક્ષા મંત્રાલયે ભારતીય સેના, આર્મી, એરફોર્સ અને નેવીની ત્રણેય પાંખોમાં અનુક્રમે જવાનો, એરમેન અને નાવિકની જગ્યાઓ પર ભરતી માટે અગ્નિપથ યોજના લાવી હતી. આમાં પ્રવેશ મેળવ્યા પછી, ઉમેદવારો અગ્નિવીર તરીકે ઓળખાય છે. તેમનો કાર્યકાળ ચાર વર્ષનો છે. ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષની વયના લોકો આ યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકે છે.
સાંસદ રવિ કિશનની પુત્રી ઈશિતા સંરક્ષણ દળમાં જાેડાઈ

Recent Comments