અમરેલી

સાંસદ શ્રી પોતે નેશનલ હાઇવે નીજગ્યાએ જે ધારાસભ્ય રોડ મંજુર કરાવે તેના ખોટા જશ લહી ખાતમુહૂર્ત કરવા નીકળ્યા છે :- હાર્દિક કાનાણી પૂર્વ ઉપ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત અમરેલી

સાંસદ હાલમાં પોતાની જે કેન્દ્રની લગત જે કામગીરીના ખાતમુહૂર્ત કરવાના હોય તેમની જગ્યાએ રાજ્ય સરકાર કામો માટે ખાતમુહૂર્ત કરવા નીકળી ખોટા જશ લેવા નીકળી પડ્યા છે રાજ્ય સરકાર સ્થાનિક ધારાસભ્ય શ્રી દર વર્ષ ગ્રાન્ટ આપે છે તેમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા તા. ૦૪/૦૧/૨૦૨૦ ના રોજ રાજ્ય સરકાર પાસે મંજુર કરાવી આ રોડ નો જોબ નંબર મંજુર કરાવ્યો હતો બાદમાં જે તે સમયે જિલ્લા પંચાયત કૉંગ્રેસ પ્રેરીત અને તે સમયે હું જિલ્લા પંચાયત નો ઉપ પ્રમુખ હતો તેથી આ કામનું તત્કાલ ટેન્ડર અને એસ્ટીમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી બાદમાં કોરોના ના સમય આવતા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં સમય ગયો હતો અને બાદમા જિલ્લા પંચાયત ભાજપની બનતા આ ધારાસભ્ય આ રોડ મંજુર કરવાના કારણે કૉંગ્રેસ નું નેસડી અને ચરખડીયા ગામમાં સારું દેખાવ દેખાય તે માટે ભાજપ ની જિલ્લા પંચાયત આ અને અન્ય ગામમાં કામ ચાલુ કરતી નથી રાજ્ય સરકાર મંજૂરી આપ્યા બાદ જિલ્લા પંચાયત ને ટેન્ડર પ્રક્રિયા કરી કામ ચાલુ કરાવાનું હોય છે પણ આ જિલ્લા પંચાયત ના ઘણા કામો ધારાસભ્ય પ્રતાપ દુધાત મંજૂરી લાવ્યા છે પણ આ જીલ્લા પંચાયતના ભાજપના નેતા કામ ચાલુ ન કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા વિધાનસભા એલ.એલ.ક્યુ. પ્રશ્ન કરતા રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતના વહીવટી તંત્ર ને તત્કાલ આ રોડના કામનો વર્ક ઓર્ડર આપી કામ ચાલુ કરવાનો આદેશ આવતા જેથી આ કામ ચાલુ કરવા માટે એજન્સી આવેલી જેથી આ સાંસદ, બાંધકામના ચેરમેન અને અન્ય ભાજપ નેતા આ રોડનું ખાતમુહૂર્ત કરવા નીકળ્યા છે પણ હાલમાં નેશનલ હાઇવેના ઘણા રોડો હાલમાં બિસ્માર છે ખાસ સાવરકુંડલા નાવલી નો સી.સી. રોડ જે નેશનલ હાઇવેનો રોડ છે પણ આપણા સાંસદ શ્રી નું સરકાર માં કઈ ના ચાલતું હોય તેવું દેખાય રહ્યું છે અને સાવરકુંડલા બાયપાસ રેલવે બાબત થી ઘણા સમયથી ફાટકની મંજૂરી  પેન્ડિંગ છે તે માટે ફક્ત જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે ખોટા નાટક કરી લોકોને ગેરમાર્ગે દોરે છે કેમ કે કેન્ડ સરકારમાં સાંસદ નું કહી ચાલતું નથી અને હાલના જિલ્લા પંચાયતના બાંધકામના ચેરમેન ગમે ત્યાં ખાતમુહૂર્ત કરવા નીકળે છે પણ આ બધા કામો ધારાસભ્ય ઘણા સમય થી મંજુર કરાવ્યા છે તેમને ખબર નથી કે આ ધારાસભ્ય ને મળતી ગ્રાન્ટ માંથી આ કામો મંજુર થાય છે અને નેસડી થી ચરખડીયા રોડ જ્યારે અગાઉ ભાજપના ધારાસભ્ય હતા ત્યારે કેમ મંજૂરી ના મળી? જ્યારે પ્રતાપભાઈ ધારાસભ્ય બન્યા બાદ આ રોડ લેવડાવ્યો હતો જેથી સાંસદ કેન્દ્ર ને લગત કામો ના ખાતમુહૂર્ત કરે તો અમે પણ સાંસદ શ્રી ને અભિનંદન આપીશું તેવું હાર્દિકભાઈ કાનાણી ની યાદીમાં જણાવ્યું હતું.

Related Posts