ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર અને અમરેલીના પનોતાપુત્ર શ્રી પુરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લાની કલા જગતને ઉજાગર કરવામાટે જિલ્લાના ગામડે ગામડે,શહેર,શેરી મહોલ્લામાં પડેલું હીર આજે અમરેલી જીલ્લા કક્ષાની સાંસ્કૃતિક સ્પર્ધા અમરેલી યોજાઈ જેમાં ધારી તાલુકા ક્ક્ષાનાં જીતના સ્પર્ધકોએ જિલ્લાની સ્પર્ધામાં ભાગ લઈ અને ધારીની શ્રી જી.એન.દામાણી હાઇસ્કૂલના કુલ 24 સ્પર્ધકો પૈકી 4 સ્પર્ધકોએ જિલ્લા કક્ષાએ સિલ્વર મેડલ હાંસલ કરી શાળાનું નામ રોશન કર્યું.જેમાં શાસ્ત્રીય સંગીત તબલામાં ગુજરાતનો હીરો અને ધારીનું ઘરેણું ધૈર્ય જોશી પ્રથમ,હાલરડાંમાં તેરૈયા શુભમ બીજો ક્રમ, લોકવાર્તામાં મહીડા નિશાંત બીજો ક્રમ અને ઓપન કેટેગરીમાં લગ્નગીતમાં શાળાના શિક્ષિકા મંજુલાબેન પરમારે બીજો ક્રમ મેળવી શાળાનું અને ધારીનુ નામ રોશન કર્યું.સમગ્ર કાર્યક્રમની મહેનત શાળાના સાંસ્કૃતિક વિભાગની ટીમને ધારી સરપંચ શ્રી અને ટીમ તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભુપતભાઇ વાળા તથા આચાર્ય શ્રી માનસિંહ બારડે સૌ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન ખૂબ સરસ હતું.જિલ્લાની ટીમને દામાણી હાઇસ્કુલ દ્વારા આભાર વ્યક્ત કર્યો.
સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં દામાણી હાઇસ્કૂલનો દબદબો

Recent Comments