fbpx
ગુજરાત

સાઇડ ઇન્કમ માટે ચોરી કરતા બે શખ્સોને મોપેડ સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા

સુરત શહેરમાં પોતાના મોજશોખ પુરા કરવા અને સાઈડ ઈન્કમ ઉભી કરવા ચોરીની મોપેડ વેચવાના ફિરાકમાં રહેલા બે આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ વેલ્ડીંગના કામકાજ સાથે સંકળાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરત શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓને ડામવા અને અલગ અલગ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશ્નર દ્વારા શહેર ક્રાઈમ બ્રાન્ચને ખાસ સૂચના આપી છે.

સૂચનાના અન્વયે પેટ્રોલિંગમાં રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોરીની મોપેડ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ અલગ અલગ ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. જે દરમ્યાન મળેલ માહિતીના આધારે ચોરીની મોપેડ વેચવા ફરી રહેલા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. લીંબાયતના બુદ્ધ સોસાયટી અને ઈચ્છાબા સોસાયટીમાં રહેતા મોહમ્મદ સલીમ ખુણે અહેમદ શેખ સહિત જમાલુદ્દીન મોઇનુદ્દીન શેખ પાસેથી રૂપિયા ૩૬ હજારની કિંમતની ચોરીની એક્સેસ મોપેડ કબ્જે કરવામાં આવી હતી.. જે મોપેડ સુરતના ડીંડોલી વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી.

જ્યાં પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો હતો. વધુમાં આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓ વેલ્ડીંગના કામકાજ સાથે સંકળાયેલા છે. પોતાના મોજશોખ પુરા કરવા અને અલગથી સાઈડ ઇન્કમ ઉભી કરવા મોપેડ ચોરી કરી હતી. જે ચોરીની મોપેડ વેચવા માટે ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યા હતા. જ્યાં મોપેડ વેચે તે પહેલાં બંને શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલ આરોપી મોહમ્મદ સલીમ શેખ સુરત રેલવે સ્ટેશન, લીંબાયત,ડીંડોલી સહિત અલગ અલગ પોલીસ મથકોમાં મારામારી અને દારૂની હેરાફેરીમાં પણ ઝડપાઇ ચુક્યો છે. હાલ તો બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.

Follow Me:

Related Posts