બોલિવૂડ

સાઉથના સુપરસ્ટાર કિચ્ચા સુદીપને મળી ધમકી, મેનેજરને પત્ર મળ્યો

કર્ણાટકમાં ચૂંટણી ટાણે સાઉથ અને હિન્દી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી છવાયેલા રહેતા એક્ટરને ધમકી મળી છે. કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ સત્તા પક્ષ ભાજપમાં જાેડાશે તેવી અટકળો વચ્ચે તેમને ધમકી મળી છે. સુપરસ્ટારના મેનેજરને ધમકીભર્યો પત્ર મળ્યો છે અને તે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસની તપાસ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચને પણ સોંપાઈ શકે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કિચ્ચા સુદીપના મેનેજર જેક મંજુને ધમકીભર્યો પત્ર મળ્યો છે, અજાણી વ્યક્તિ દ્વારા આ પત્ર મોકલવામાં આવ્યો છે. ધમકી સાથે એક્ટરનો ‘પ્રાઈવેટ વીડિયો’ વાયરલ કરવાની વાત પણ કરવામાં આવી છે. એક્ટરના મેનેજર દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે, પુટ્ટેનાહાલી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે, ૈંઁઝ્રની કલમ ૫૦૪, ૫૦૬ અને ૧૨૦ (મ્) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ કેસ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (ઝ્રઝ્રમ્)ને સોંપવા અંગે સનિયર પોલીસ અધિકારીઓ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ધમકીભર્યો પત્ર મળ્યો છે તેની સાથે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે, કન્નડ સુપરસ્ટાર ભાજપમાં જાેડાશે. અહીં ૧૦મી મેએ ચૂંટણી યોજાવાની છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ૧૦મી મેએ યોજાયા બાદ ૧૩મી મેએ મતગણતરી હાથ ધરવામાં આવશે. કર્ણાટકમાં ચૂંટણી માહોલ જામ્યો છે ત્યારે અહીં ભાજપ સહિતના પક્ષો દ્વારા પ્રચારની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપે સાઉથની મખ્ખી ફિલ્મમાં દમદાર એક્ટિંગ કરી હતી, સુદીપે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર, પ્રોડ્યુસર, સ્ક્રીનરાઈટર તરીકેની ભૂમિકા ભજવે છે. તેઓએ ટીવીમાં પ્રેઝન્ટેટર અને સિંગર તરીકેની ભૂમિકા પણ ભજવી છે. સુદીપે હિન્દી, તેલુગુ અને તામિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Related Posts