સાઉથ આફ્રિકાના જાેહાન્સબર્ગમાં ફાયરિંગમાં ૧૪ના મોત
સાઉથ આફ્રિકાના સોવેટો ટાઉનશિપમાં જાેહાન્સબર્ગ પાસે ફરી એકવાર ગોળીબાર થયો છે. આ ફાયરિંગમાં ૧૪ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પોલીસ લેફ્ટનેન્ટ ઇલિયાસ માવેલાએ જણાવ્યું કે, ગોળીબાર મોડી રાતે લગભગ ૧૨.૩૦ વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસ લેફટનેન્ટે જણાવ્યું કે જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે ૧૨ લોકોના મોત થયા હતા. માવેલાએ કહ્યું કે ૧૧ અન્ય ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ બાદમાં વધુ બે લોકોના મોત થયા. જે બાદ મૃતકોની સંખ્યા વધીને ૧૪ થઈ ગઈ છે. જે બારમાં હુમલો કરવામાં આવ્યો તે વેટોના ઓરલેન્ડો જિલ્લામાં છે. તે જાેહાન્સબર્ગની સૌથી મોટી વસાહત છે. હુમલાખોર અડધી રાતે બારમાં ઘુસ્યો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે, ગોળીબાર કરી હુમલાખોર સ્થળેથી ભાગી ગયો હતો. આ હુમલામાં ઘાયલ ૯ લોકો સારવાર હેઠળ છે. પોલીસ લેફ્ટનેન્ટ ઇલિયાસ માવેલાએ કહ્યું શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે લોકો બારમાં મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હુમલાખોર પહોંચ્યો અને ગોળીબાર કરવા લાગ્યો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Recent Comments