બોલિવૂડ

સાઉથ એક્ટ્રેસને Adipurush માં રાવણની પત્ની મંદોદરીના ૨ મિનિટના રોલ માટે આટલી ફી મળી

આદિપુરુષમાં રામ સીતા, રાવણ અને હનુમાનજીની ભૂમિકા ભજવતા સ્ટાર્સ ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યાં છે. કારણ કે દરેક વ્યક્તિ આ તમામ કેરેક્ટરની રૂપરેખાની મજાક ઉડાવી રહી છે. ફિલ્મમાં લીડ કેરેક્ટર્સને મેકર્સે યોગ્ય રીતે દર્શકો સમક્ષ રજૂ કર્યા નથી, પરંતુ કેટલાક પાત્રો એવા છે જેમણે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે અને તેમને કોઇ વખોડી પણ નથી રહ્યું, જેમાં લંકેશની પત્ની મંદોદરીનો સમાવેશ થાય છે. આદિપુરુષમાં, શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણ અને રાવણની પત્ની મંદોદરી પર કોઇનું બહુ ધ્યાન ગયું ન હતું. આ ફિલ્મમાં રાવણ બનેલા સૈફ અલી ખાનની પત્નીની ભૂમિકા સોનલ ચૌહાણે ભજવી હતી. મંદોદરીના પાત્રમાં તે ફિલ્મની સીતાજી વધુ સારી લાગી રહી હતી! જાેકે, મંદોદરીના રોલમાં સોનલ ચૌહાણે જે પણ ડાયલોગ્સ બોલ્યા તે રામાયણથી સાવ અલગ હતા. કારણ કે રામાનંદ સાગરની રામાયણમાં, મંદોદરી વારંવાર લંકેશને યુદ્ધ કરતા અટકાવે છે અને અંતે તે તેનું વિજય તિલક કરવા પણ આગળ આવે છે. જ્યારે આદિપુરુષમાં, લંકેશના યુદ્ધ પર જતાં પહેલાં, તે વિધવા તરીકે સફેદ વસ્ત્રો પહેરેલી જાેવા મળે છે અને શૂર્પણખાને કહે છે કે લંકાનો સર્વનાશ સામે દેખાઈ રહ્યો છે, તારો બદલો પૂર્ણ થયો. સોનલ ચૌહાણને મંદોદરીના કિરદારમાં ૨થી ૫ મિનિટનો કેમિયો રોલ જ મળ્યો અને તેના માટે તેને તગડી રકમ આપવામાં આવી છે. જીર્ષ્ર્ઠॅઉર્રર્ॅના રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસને નાનકડા રોલ માટે ૧.૫ કરોડ રૂપિયા મળ્યા છે અને આટલી જ ફી ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સની સિંહને મળી છે. સની સિંહ આખી ફિલ્મમાં જાેવા મળ્યો છે. એટલે કે આટલી જ ફી લઇને સોનલ સિંહ ગણતરીની મિનિટોમાં તગડી કમાણી કરી છે. આમ તો સોનલ ચૌહાણની આશા પર આ ફિલ્મ ખરી નથી ઉતરી. જેમ કે સોનલ ચૌહાણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આદિપુરુષ ટેકિનકલ રીતે ખૂબ જ સારી ફિલ્મ છે. પ્રભાસની ફિલ્મ ભારતીય સિનેમાનો ફરી એકવાર ચહેરો અને ઓળખ બદલી નાંખશે. જાે કે, લોકો તેને અત્યાર સુધીની સિનેમાની સૌથી ખરાબ ફિલ્મ ગણાવી રહ્યાં છે.

Related Posts