સામંથા રૂથ પ્રભુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહુ જ ચર્ચિત અને ડિમાન્ડિંગ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે. સામંથાને સાઉથની સૌથી સેક્સી અને બૉલ્ડ એક્ટ્રેસ પણ ગણવામાં આવે છે, અને સોશ્યલ મીડિયા તે તેની હૉટ અદાઓની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સના દિલો પર રાજ કરે છે. જાેકે હવે સામંથાએ સેક્સી દેખાવાને બદલે સિમ્પલ ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે. એક્ટ્રેસે રેડ ટૉપ અને પિન્ક પ્લાઝો પેન્ટમાં પોતાની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે. સામંથા રૂથ પ્રભુનો આ લૂકમાં સિઝલિંગ અવતાર જાેવા મળી રહ્યો છે. વળી તસવીરોમાં તેનો ગજબનો પૉઝ ફેન્સનુ ધ્યાન ખેંચી રહ્યો છે. સામંથા રૂથ પ્રભુની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. ફેન્સ આ તસવીરો પર ઢગલાબંધ કૉમેન્ટો કરી રહ્યાં છે. સામંથા રૂથ પ્રભુ પોતાના લૂકની સાથે સાથે ખુબ એક્સપેરિમેન્ટ પણ કરતી રહે છે, વળી, આ લૂકમાં તે સૌથી વધુ કેર વર્તાવી રહી છે. અલ્લૂ અર્જૂન ની ‘પુષ્પાઃ રાઇઝ’માં સામંથા રૂથ પ્રભુ ‘ઓ અંતવા’ ગીતમાં દેખાઇ હતી. આ ગીતને દર્શકોને ખુબ પ્રેમ મળ્યો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સામંથા રૂથ પ્રભુ ‘કુશી’ ફિલ્મમાં વિજય દેવરકોન્ડા ની સાથે દેખાશે. તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે સામંથા રૂથ પ્રભુ ને બિગ બૉસ તેલુગુ ૬ માટે હૉસ્ટ તરીકે સાઇન કરવામાં આવી છે.
સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુનો સિઝલિંગ આવતાર જાેવા મળ્યો


















Recent Comments