૪૯૦ કરોડની નેટ વર્થવાળા ભારતીય ફિલ્મ ઈંડસ્ટ્રીમાં જાણીતા કોમેડિયન અને અભિનેતા બ્રહ્માનંદમના પરિવારમાં ખુશીઓનો માહોલ છે અને હાલમાં જ તેમણે એક મોટી ઈવેન્ટ આયોજીત કરી હતી. હકીકતમાં હાલમાં જ બ્રહ્માનંદમના દીકરાના લગ્ન હૈદરાબાદમાં થયા હતા. જ્યાં દીકરા અને વહુ માટે એક ગ્રાન્ડ વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેલુગૂ ફિલ્મ ઈંડસ્ટ્રીના કેટલાય ખ્યાતનામ લોકો અને રાજનેતાઓ સામેલ થયાં હતાં. શુક્રવારે સાઉથ સિનેમાના નવા માતા-પિતા રામચરણ અને ઉપાસનાએ બ્રહ્નામંદમના કાર્યક્રમની શોભા વધારી હતી અને તેલુગૂ સુપરસ્ટારની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. અભિનેતા રામ ચરણ અને ઉપાસનાની તેમની પ્રથમ સાર્વજનિક ઉપસ્થિતિ હતી.
કારણ કે આ વર્ષે જૂનમાં ઉપાસનાએ દંપતિના પ્રથમ બાળક, દીકરી ક્લિન કારાને જન્મ આપ્યો હતો. ઉપાસનાએ પાર્ટી માટે ગુલાબી સાડી પહેરી હતી, જ્યારે રામે સફેદ શર્ટ અને ગ્રે પેન્ટમાં જાેવા મળ્યો હતો. ૈંહઙ્ઘૈટ્ઠખ્તઙ્મૈંડ.ર્ષ્ઠદ્બ ના એક રિપોર્ટ અનુસાર, અભિનતા બ્રહ્માનંદમ અને તેમના પરિવારે હાલમાં જ પોતાના નાના દીકરા સિદ્ધાર્થ અને તેની મંગેતર ઐશ્વર્યાની સગાઈ સમારંભ મનાવ્યો હતો. જાણકારી અનુસાર, આ કાર્યક્રમ હૈદરાબાદના આલીશાન આઈટીસી કોહિનૂર હોટલમાં થયો હતો. આ ગ્રાન્ડ ફંક્શનમાં નંદમુરી બાલકૃષ્ણ, પવન કલ્યાણ અને આદિ સાઈકુમારના પરિવર સહિત અન્ય લોકો પણ હાજર રહ્યા હતા. મંચ પર કપલ અને પરિવારના અન્ય સભ્યો સાથે સેલિબ્રિટીની તસવીર સામે આવી છે.
જેમણે આ કપલને આશીર્વાદ આપ્યા હતા. રિપબ્લિક વર્લ્ડના રિપોર્ટ અનુસાર, ખ્યાતનામ હસ્તીઓ ઉપરાંત પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડૂ, તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆર અને મંત્રી તલસાની શ્રીનિવાસ યાદવ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, બ્રહ્માનંદમના દીકરાએ પોતાના પિતાની માફક ફેમસ નથી પણ તેમણે પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. સિદ્ધાર્થે વિદેશમાં અભ્યાસ કર્યો અને હાલમાં હૈદરાબાદમાં કામ કરે છે, જ્યારે તેની વાઈફ ઐશ્વર્યા ડોક્ટર છે.
Recent Comments