fbpx
બોલિવૂડ

સાઉથ સિનેમાની ફિલ્મોના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું અવસાન

સાઉથ સિનેમાની ફિલ્મોમાં ‘વિલન’ની ભૂમિકા ભજવવા માટે જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું કાર્ડિયાક અરેસ્ટ આવતા ૪૮ વર્ષની વયે અવસાન થયુંસાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તમિલ અને મલયાલમ સિનેમામાં કામ કરનારા અભિનેતા ડેનિયલ બાલાજીનું અવસાન થયું છે. રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ૪૮ વર્ષના ડેનિયલને છાતીમાં ભારે દુખાવો થયો હતો, ત્યારબાદ તેને ચેન્નાઈની કોટિવાક્કમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જાે કે, તેમનો જીવ બચાવી શકાયો ન હતો અને શુક્રવારે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. ડેનિયલે મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી અને નકારાત્મક પાત્રો ભજવવા માટે તે તેના ચાહકોમાં પ્રખ્યાત હતો.

તેણે કમલ હાસન, સૂર્યા, મમૂટી, મોહનલાલ અને ઘણા બધા સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. દુનિયાને તેમનું અચાનક અલવિદા ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેમના ફેન્સ માટે એક મોટા આઘાત સમાન છે. જ્યારથી તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે ત્યારથી ફેન્સ તેમને યાદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર શનિવારે થશે. તેમનું સાચું નામ ટી.સી. બાલાજી હતું, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તેઓ ડેનિયલ બાલાજી તરીકે ઓળખાતા હતા. તેણે કમલ હાસનની ફિલ્મ ‘મરુધનાયગમ’ દ્વારા યુનિટ પ્રોડક્શન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ‘ચિઠ્ઠી’ નામની સિરિયલમાં કામ કર્યું, જેના કારણે તેને પડદા પર તેની અભિનય કુશળતા દર્શાવવાની તક મળી હતી. તેણે ૨૦૦૪માં મમૂટીની ફિલ્મ ‘બ્લેક’થી મલયાલમ સિનેમામાં અભિનયની શરૂઆત કરી હતી. તે મામૂટી સાથે ફિલ્મ ‘ડેડી કૂલ’માં પણ જાેવા મળ્યો હતો. ૨૦૦૬માં કમલ હાસનની ફિલ્મ ‘વેટ્ટાઈયાદુ વિલાઈયાડુ’ રીલિઝ થઈ હતી. ડેનિયલ એ ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવી હતી. તે બીજી ઘણી મોટી ફિલ્મોનો પણ ભાગ હતો.

Follow Me:

Related Posts