એક્ટર અમર ચૌધરી જીવા તરીકે પ્રખ્યાત છે. તે એક મહાન એક્ટર હોવાની સાથે સાથે એક મહાન નિર્માતા પણ છે. તે તમિલ સિનેમાનું મોટું નામ છે. તમને જણાવી દઈએ કે અભિનેતાએ વર્ષ ૧૯૯૧ માં બાળ કલાકાર તરીકે તેની કરિયરની શરૂઆત કરી હતી. જીવાએ તેના પિતા આરબી ચૌધરીની ફિલ્મ છટ્ઠજટ્ઠૈ છટ્ઠજટ્ઠૈઅટ્ઠૈ થી ડેબ્યૂ કર્યું હતું. જણાવી દઈએ કે શિવાજી ગણેશન પછી જીવા એકમાત્ર તમિલ એક્ટર છે જેને સાયપરસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો છે.
જીવાએ રામ, દિશાયુમ, કટરાધુ થમિઝ, શિવ મનસુલા શક્તિ, કો જેવી હિટ ફિલ્મો આપી છે. કો ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. જીવાની પર્સનલ લાઇફ વિષે વાત કરીએ તો તેણે વર્ષ ૨૦૦૭માં તેની મિત્ર સુપ્રિયા સાથે લગ્ન કર્યા હતા. બંને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા.હાલમાં જ એક્ટરે ફિલ્મ ‘૮૩’ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં તેણે ક્રિકેટર કૃષ્ણા શ્રીકાંતનું પાત્ર ભજવ્યું હતું. જીવાના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.
Recent Comments