સાકરપરા ગામે માલઢોર ચરાવતા માલધારી પર વીજળી ખાબકતા મોત થયું
છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વરસાદી માહોલ અને ભારે પવન તથા વીજળી અને ગડગડાટ સાથે કમોસમી વરસાદે સાકરપરા ગાયની સીમમાં ખેતરમાં વીજળી પડતાં માલઢોર ચરાવતાં માલધારી પર વીજળી ખાબકતાં મોત થયું. વીજળીના કારણે થયેલાં મોતના સમાચાર મળતાં મૃતકના પરિવારજનોમાં ગમગીન અને શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉંમર વર્ષ ૭૦ ની વય ધરાવતા વૃધ્ધ કચરાભાઈ ભાભાભાઈ પડસાલિયાનું વીજળી પડવાથી મોત થતાં સમગ્ર ગામમાં શોકનું માતમ છવાઈ ગયું.
બદલતાં વાતાવરણ અને હવામાનની પેટર્ન હવે પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે વધુ સચેત થઈ અને પર્યાવરણને પ્રદૂષિત થતું બચાવવાનો સમય આવી ચૂક્યો છે. જો આ સમય હાથમાંથી નીકળી ગયો પછી આભે થીંગડાં મારવા જેવું થશે..!! વધુ વૃક્ષો વાવીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી, વાહનો દ્વારા ફેલાઈ રહેલું પ્રદુષણને રોકવા માટે સમાજ અને સરકારે કોઈ ઠોસ અને ચુસ્ત પગલાં ભરવા જોઈશે. ઈલેક્ટ્રીક સંચાલિત ઉપકરણોનો જેવા કે એ.સી.ફ્રીજનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરીએ, ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા વરસાદમાં વહી જતું વ્યર્થ પાણીને ભૂગર્ભમાં ઉતારીએ
ચીન જેવાં દેશો તો અત્યારથી ચંદ્ર પર વસાહત બાંધવા સંશોધન કરી રહ્યા છે. શક્ય છે એ એમાં સફળ પણ થાય તો પણ અબજોપતિ કદાચ અન્ય ગ્રહ પર વસવાટ કરે પરંતુ મધ્મમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને તો આ પૃથ્વી પર જ જીવનનાં અંત સુધી રહેવું પડશે અને બદલતાં પર્યાવરણીય ફેરફારોને લીધે ભવિષ્યમાં કદાચ જીવન જીવવા માટે પણ કફોડી સ્થિતિનું નિર્માણ થાય તો ના ન કહેવાય.
Recent Comments