fbpx
ગુજરાત

સાણંદમાં ગટરલાઈનમાં કામ કરવા ઉતરતા યુવાનનું મોત

સાણંદ શહેરના એકલિંગીજી રોડ ઉપર આવેલા આકાર હોમ્સ બંગલોઝના ગેટ સામે જ રોડ ઉપર ગટર લાઈનનું કામ કરવા કોન્ટ્રાકટર કરણભાઈ ઉર્ફે બાદશાહ પ્રવીણભાઈ ચૌહાણ ગઢીયા ચોકડી ઉપરથી મજૂરી કામ કરવા રૂ.૩ હજાર નક્કી કરી શિવાભાઈ શંકરભાઈ ચૌહાણ(રહે.સાણંદ મૂળ સોલગામ તા.માંડલ), રણજીત વાલજીભાઈ પઢાર અને શિવરામભાઈ હમીરભાઈ પઢાર( બંને રહે.સાણંદ મૂળ નાની કઠેચી તા.લીમડી) લઈને આવી ગટર લાઇનનું કામ કરતાં હતા. સાંજે આશરે પાંચેક વાગ્યે ગટર લાઇનમાં શિવરામભાઈ હમીરભાઈ પઢાર(ઝેઝરીયા)(ઉં.૨૦) ગટરનું ઢાંકણું ખોલી ગટરમાં પ્લાસ્ટિકની પાઇપ આરીથી કાપતા હતા.

તે દરમ્યાન પાઇપમાંથી ગંદા પાણી સાથે એકદમ ગેસ નીકળતા શિવરામભાઈ ગટર લાઇનમાં બેભાન થઈ ગયો હતો. જેથી મજૂર અને સોસાયટીના લોકો દોડ્યા હતા. કોન્ટ્રાકટર કરણભાઈ ઉર્ફે બાદશાહ પ્રવીણભાઈ ચૌહાણ ગટર લાઇનમાં ઉતરેલા અને તેઓ પણ બેભાન થઈ જતાં સોસાયટીના લોકોએ દોરડાથી કરણભાઈ અને શિવરામભાઈને બહાર કાઢી તાત્કાલિક ૧૦૮ને જાણ કરતાં ૧૦૮ની ટિમ ઘટના સ્થળે પહોંચીને બંનને સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યા સારવાર દરમ્યાન શિવરામભાઈને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે કરણભાઈને પ્રાથમિક સારવાર આપી સાલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડયા હતા. જ્યારે મૃતક શિવરામભાઈની લાશને સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડાઇ હતી. ઘટનાને લઈને સાણંદ પોલીસે અ.મોતનો ગુનો દાખલ કર્યો છે.

બીજી તરફ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં માતમ છવાયો હતો.સાણંદના એકલિંગીજી રોડ ઉપર આવેલા આકાર હોમ્સ બંગલોઝના નાકે ગટર લાઇનનું કામ કરવા ગટરમાં ઉતરી ૨૦ વર્ષીય મજૂર કામ કરતો હતો. ત્યારે ગટરના પાણી સાથે ગેસ નીકળતા મજૂર બેભાન થતાં બચાવવા પડેલો કોન્ટ્રાકટર પણ બેભાન થતાં સોસાયટીના લોકોએ બંનેને બહાર કાઢી સારવાર માટે ખસેડયા હતા. જ્યાં મજૂરનું મોત થયું હતું જ્યારે કોન્ટ્રાકટરને સારવાર હેઠળ રાખવામા આવ્યો છે.

Follow Me:

Related Posts