સરખેજ બાવળા હાઇવે પાસે આવેલા સાણંદના મોરૈયા ગામના પાટિયા પાસે હાઇવે પર જતાં અમદાવાદના એક્ટિવા ચાલકને અજાણ્યા ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે ચાંગોદર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાણંદ તાલુકાના મોરૈયા ગામના પાટિયા પાસે આવેલી ઇન્ટાસ કંપનીના ગેટ નજીક હાઇવે પર અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ પર એક્ટિવા લઈ જતાં શુભમ હિતેષભાઈ પટેલ (રહે.ઉસ્માનપૂરા અમદાવાદ) ને અડફેટે લીધા હતા. જેમાં તેઓને શરીરના ભાગે ઈજાઓ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.
બીજી બાજુ અકસ્માતની ઘટના બનતા સ્થાનિક લોકો એકઠા થઇ જવા પામ્યા હતા. ઘટનાની જાણ ચાંગોદર પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને લાશને.પી.એમ માટે ખસેડી હતી. આ અંગે મૃતકના કાકા અમિતભાઈ જયંતિભાઈ પટેલએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલકના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સરખેજ બાવળા રોડ પર વારંવાર અકસ્માતનાની ઘટના સર્જાય છે. જેમાં નિર્દોષ લોકોનો જીવ પણ જાય છે.
Recent Comments