સાણંદ તાલુકાના સોયલા ગામ નવનિર્મિત બિલ્ડિંગ સીસીરોડનું લોકાર્પણ કરાયું

સાણંદ તાલુકાના સોયલા ગ્રામ પંચાયતના નવનિર્મિત બિલ્ડિંગ તથા સી.સી.રોડનું લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત ધારાસભ્ય કનુભાઈ પટેલ દ્રારા ઉદબોધન કરાયું હતું. સોયલા ગામના સરકારી નોકરી મેળવેલને સન્માન પત્રથી સન્માનિત કરવા તેમજ કનુભાઈ પટેલના હસ્તે તક્તી ખુલ્લી મુકાઈ હતી તથા સી.સી.રોડ, પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્ય કનુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ભાજપ પ્રમુખ ખોડાભાઈ પટેલ, તાલુકા સદસ્ય ભરતભાઈ ગોહેલ, દયારામભાઈ પટેલ, વિક્રમભાઈ ઠાકોર, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ગુલાબ બૌદ્ધ તથા શિક્ષકગણ, સોયલા ગામના આગેવાન અને ગ્રામજનોએ હાજરી આપીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સોયલા ગામ સરપંચના પ્રતિનિધિ કિરણભાઈ વાઘેલા દ્રારા આભાર વિધિ કરાઈ હતી.
Recent Comments