સાણંદ નેનો પ્લાન્ટમાં વર્ષ ૨૦૨૦માં એક પણ કારનું ઉત્પાદન થયું નથી

ગુજરાત સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે અમદાવાદના સાણંદ ખાતે ટાટાના નેનો પ્લાન્ટમાં વર્ષ ૨૦૨૦માં એકપણ નેનોનું ઉત્પાદન કરવામાં આવ્યું નથી.
કાૅંગ્રેસના ધારાસભ્યોએ છેલ્લાં બે વર્ષમાં કેટલી કારનું ઉત્પાદન કર્યું છે તેનો જવાબ આપતા કહ્યું છે કે ૨૦૧૯માં ૩૦૧ નેનો કારનું ઉત્પાદન થયું હતું. જ્યારે ૨૦૨૦માં એકપણ કારનું ઉત્પાદન કરવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે ટાટા મોટર્સનો આ પ્લાન્ટ નેનો સહિતની ૨.૫૦ લાખ કાર ચાલુ વર્ષે ઉત્પાદન કરવા સક્ષમ છે. વિધાનસભામાં સરકારે કહ્યું હતું કે નેનો કારનું વેચાણ બીએસ-૬માં તબદીલ ન થઈ શકવાના કારણે અને તેના ઉત્પાદનમાં વૈધાનિક જાેગવાઈ પૂર્ણ ન થઈ શકવાના કારણે ઉત્પાદન ઓછું થયેલ છે.
સરકારે ગુજરાત વિધાનસભામાં વધુમાં જણાવ્યું હતું કે ટાટા મોટર્સ પ્રા.લી.ને રાજ્ય સરકારે ૨૦૦૯ના ઠરાવ અનુસાર ૦.૧ ટકાના સાદા વ્યાજે વીસ વર્ષ સુધી લોન આપવાનું નક્કી કર્યું હતું. સરકારે ટાટા મોટર્સ પ્રા. લી.ને હાલ સુધી ભરેલા વેરા સામે રૂપિયા ૫૮૭.૦૮ કરોડની લોન આપી છે.
Recent Comments