સાત ચિરંજીવીઓ અને બાવન વિરોમાના ગણમાન્ય એવા શ્રી હનુમાનજી મહારાજના જન્મ મહોત્સવની શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડલા ખાતે ભાવભેર ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી તાત્કાલીક હનુમાનજી મંદિર ખાતે ભારતીય અસ્મિતાનો સહુથી પરમ પાવન મંગલકારી દિવસ એટલે શ્રી રામભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ. આ વખતે હનુમાન જયંતિ સેવા, શ્રદ્ધા અને સાધનાના ત્રિવિધ સંગમથી ઉજવવામાં આવી હતી જેમાં હનુમાનજી મહારાજની મહા આરતી બાદ ૪૫૦૦ થી વધુ ભાવિકોએ સાથે બેસી મહાપ્રસાદ આરોગ્યો હતો. આ સાથે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ચાલી રહેલા કાળઝાળ ગરમીના દિવસોને ધ્યાને લઇને શહેરી વિસ્તારમાં પક્ષીઓને ઠેર-ઠેર પાણીની સવલત ઊભી કરવાનાં આશયથી સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હાથે જીવદયા પ્રેમીઓને ૯૫૩ માટીના કુંડાનું વિતરણ તેમજ શહેરી વિસ્તારોમાં પક્ષીઓને ઈંડા મુકવાના સુરક્ષિત સ્થાનોના અભાવને ધ્યાને લઈને ૮૫૭ ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરવા આવ્યું હતું. રાત્રિના કૌશિકગીરી ગૌસ્વામી દ્વારા હનુમાન ચાલીસાના પાઠ તથા હનુમાનજીની ભક્તિ આરાધના આસ્થાભેર કરવામાં આવી હતી. જે આશ્રમના મહંત બાપુની યાદીમાં જણાવેલ છે.
Recent Comments