અયોધ્યા ખાતે ભવ્ય-દિવ્ય-નવ્ય શ્રીરામમંદિરમાં શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તે ઐતિહાસિક આધ્યાત્મિક અવસરને વધાવવા સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાધના સાપ્તાહિક) દ્વારા ‘શ્રીરામમંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીત્વનો સુવર્ણકાળ’ નામનો ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે.શ્રીરામમંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીત્વનો સુવર્ણકાળ’ ગ્રંથ વિશે રામાયણમાં સાત કાંડ છે તેમ આ ગ્રંથમાં પણ સાત કાંડ (અધ્યાય) છે. રામાયણ, વિચારદર્શન, વિશ્વરૂપમ, શ્રીરામમંદિર સંઘર્ષનો ઇતિહાસ, શ્રીરામમંદિર ન્યાયાલય, શ્રીરામમંદિર નિર્માણ અને દિવ્ય ઉત્સવ જેવા વિષયને આવરી લેતો આ ગ્રંથ ૩૦૦ કરતા વધારે પાનામાં પ્રકાશિત થયો છે. ૧૦૦ વર્ષ સુધી આ ગ્રંથના પાના જળવાઈ રહે તેવા કાગળનો અને સાત્વિક વેજિટેબલ ઓઈલમાંથી બનેલી સાહીનો આ ગ્રંથમાં ઉપયોગ થયો છે. આ ગ્રંથમાં લખાણ અને તસવીરને સરખુ સ્થાન અપાયું છે. ગ્રંથમાં રાજા રવિ વર્મા અને આર્ચર આર્ટ ગેલેરીના રામાયણ સંદર્ભના અતિ જૂના અને દુર્લભ ફોટોગ્રાફ્સનો ઉપયોગ થયો છે. ખૂબ ટૂંકા લખાણ સાથે શ્રીરામથી શ્રીરામમંદિર સુધીની દરેક વિગત આ અંકમાં તસવીર સાથે પ્રકાશિત થઈ છે. સંઘના કાર્યકર્તાઓ દ્વારા ‘શ્રીરામમંદિર સાંસ્કૃતિક રાષ્ટ્રીત્વનો સુવર્ણકાળ’ ગ્રંથને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ નટવરલાલ સાવલિયા, શ્રી ભીખુભાઈ હરજીવન કાણકીયા ચા વાળા અને મા. નગરસંઘચાલકજી ડો. મૂળજીભાઈ શામજીભાઈ તરસરીયાને અર્પણ કરવામાં આવ્યો હતો.
સાધના સાપ્તાહિક દ્વારા પ્રકાશિત શ્રીરામગ્રંથ મહાનુભાવોને અર્પણ.

Recent Comments