બોલિવૂડ

સાનિયા મિર્ઝાએ પતિ શોએબ મલિક અને પુત્ર સાથે દુબઇમાં મનાવી ઇદ

ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના સિનીયર ક્રિકેટર શોએબ મલિકએ દુબઇલમાં ‘ઇદ-ઉલ-ફિતર’ નો ઉત્સવ મનાવ્યો હતો. સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર પતિ શોએબ અને પુત્ર ઇઝહાનની સાથેની તસ્વીર શેર કરી હતી. સાનિયા હાલના દિવસોમાં શોએબ સાથે દુબઇમાં પોતાના ઘરે છે. સાનિયા અને શોએબ એ ફેન્સને ઇદ-ઉલ-ફિતરની શુભેચ્છાઓ પાઠવી હતી.


સાનિયા આ દરમ્યાન લીલા રંગના સલવાર શુટમાં નજર આવી રહી છે. જ્યારે તેનો પુત્ર પણ તેની માતાના મેચીંગ કુર્તામાં નજર આવી રહ્યો છે. સાનિયા અને શોએબ એ ૧૨ એપ્રિલ ૨૦૧૦ એ લગ્ન કર્યા હતા.

૩૦ ઓક્ટોબર ૨૦૧૮ માં સાનિયા મિર્ઝાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. સાનિયા અને શોએબ એ પોતાના પુત્રનુ નામ ઇઝહાન મિર્ઝા મલિક રાખ્યુ હતું. સાનિયા પાછળના કેટલાક સમયથી ટેનિસ કોર્ટથી દુર છે. કેટલાક સમયથી તે દુબઇમાં જ છે અને તે પોતાની તસ્વીરોને પણ અવારનવાર શેર કરતી રહે છે. પુત્રના જન્મ બાદ સાનિયાનું વજન પણ વધી ગયું હતું. તેણે ફિટનેશન વર્ક કરીને ઉતાર્યું હતું. ત્યારબાદ તે કોર્ટ પર પણ જાેવા મળી હતી.

શોએબ મલિકની વાત કરવામા આવે તો તે પોતાની આખરી આંતરરાષ્ટ્રીય મેચ સપ્ટેમ્બર ૨૦૨૦માં રમ્યો હતો. ઇંગ્લેંડ સામે માન્ચેસ્ટરમાં ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચ બાદ તે ટીમથી બહાર થઇ રહ્યો છે. શોએબ પાકિસ્તાન તરફથી ૩૫ ટેસ્ટ મેચ અને ૨૮૭ વન ડે મેચ રમ્યો છે. આ ઉપરાંત ૧૧૬ ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. શોએબ પાકિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ પણ નિભાવી ચુક્યો છે.

Related Posts