સાન્યા મલ્હોત્રા રોમાન્ટીક કોમેડી ફિલ્મથી ખુશ છે
દંગલ ફિલ્મમાં બબીતા કુમારીનો રોલ ભજવી અભિનય કારકિર્દી શરૂ કરનાર સાન્યા મલ્હોત્રા હવે અહિ જાણીતી બની ગઇ છે. છેલ્લે તે પગલૈટમાં સંધ્યાના રોલમાં સોૈનુ ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. તેની વધુ ચાર ફિલ્મો આવી રહી છે. જે પૈકીની એક મિનાક્ષી સુન્દરેશ્વરી આવતા મહિને પાંચમી તારીખે નેટફિલકસ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અભિમન્યુ દાસાની મુખ્ય ભુમિકામાં છે. એક પોસ્ટર સોશિયલ મિડીયા પર મુકાયું હતું. જેમાં અભિમન્યુ અને સાન્યા મેટ્રોમાં મુસાફરી કરી કરતાં દેખાયા હતાં. આ રોમાન્ટીક કોમેડી ફિલ્મ કરીને સાન્યા ખુશ છે. ફિલ્મમાં એક યંગ કપલની કહાની છે. આ ફિલ્મ મદુરાઇ-તામિલનાડુમાં સેટ કરવામાં આવી છે. નિર્દેશન વિવેક સોનીએ કર્યુ છે. અભિમન્યુ આ ફિલ્મથી ઓટીટી પર પગલા માંડી રહ્યો છે. જ્યારે સાન્યાની અગાઉ લૂડો, શકુંતલા દેવી સહિતની ફિલ્મો ઓટીટી પર આવી ચુકી છે.
Recent Comments