સાપુતારાના સનસેટ પોઈન્ટ પર વિચિત્ર અકસ્માત સર્જાયો
ડાંગના હિલ સ્ટેશન સાપુતારા સનસેટ પોઈન્ટ પર ગાડીના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સનસેટ પોઈન્ટ પર ગાડી ન ચઢતા કાર રિવર્સમાં ગઈ હતી. આ કાર અન્ય કાર સાથે અથડાઈ હતી હાલ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. અકસ્માતનો આ વીડિયો બે થી ત્રણ દિવસ અગાઉનો હોવાનું ચર્ચાય છે. ત્યારે સાપુતારાના ફેમસ સનસેટ પોઈન્ટ પર ગાડીના વિચિત્ર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. આ અથડામણમાં કારમાંથી બે લોકો નીચે કુદી પડ્યા હતા. જાેકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કાર અકસ્માતનો વીડિયો અન્ય કાર ચાલકના મોબાઈલમાં કેદ થયો હતો.
Recent Comments