સાબરકાંઠાના ગાંભોઈ ભિલોડા હાઇવે પર અકસ્માતમાં બેના મોત એકને ગંભીર ઇજા થઈ

હાથરોલ ગામ વચ્ચે બે બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. તેમા બાઇક સવારના મોત થયા છે. સાબરકાંઠાના ગાંભોઈ ભિલોડા હાઇવે પર અકસ્માતમાં બેના મોત એકને ગંભીર ઇજા થઈ ગઈ છે. હાથરોલ ગામ વચ્ચે બે બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. તેમા બાઇક સવારના મોત થયા છે. અકસ્માત થવાના પગલે તરત જ લોકોના ટોળા વળ્યા હતા લોકોએ અકસ્માતનો ભોગ બનેલા યુવકોને બચાવવા માટે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. ૧૦૮એ આવીને અકસ્માતનો ભોગ બનેલા યુવકોને સારવાર આપી હતી, પરંતુ આમ છતાં પણ બે યુવકોને બચાવી શકાયા ન હતા અને એકને પ્રાથમિક સારવાર આપી ગંભીર ઇજાની સ્થિતિમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
હાલમાં તે પણ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. અકસ્માતની જાણ થવાના પગલે ગાંભોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે અકસ્માતનો ભોગ બનેલા બંને યુવકોનું પંચનામુ કરીને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. અંધારુ અને ઓવરસ્પીડ મૃત્યુનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ ઉપરાંત બંને અકસ્માતગ્રસ્ત વાહનને રસ્તા પરથી દૂર કરીને પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર છેલ્લા ત્રણ દિવસથી સતત અકસ્માત થઈ રહ્યા છે. અગાઉ સાબરકાંઠા વડાલીના ધરોડ પરના અકસ્માતમાં એકનું મોત થયું છે. આ અકસ્માત ધરોડના જૂના ચામુ રોડ પર થયો હતો.
અકસ્માત સર્જાતા બાઇક પર સવાર અન્ય લોકોઇજાગ્રસ્ત થયા તા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઘાયલોને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નવરાત્રિના ટાણે બાઇક અકસ્માતમાં મોતના પગલે પરિવારજનોમાં આક્રંદ કરતા હતા. આ પહેલા સાબરકાંઠામાં ખેડબ્રહ્મા હાઇવે રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો. હાઇવે પર ગંભીર અકસ્માતમાં ૨ના મોત થયા. સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો. હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે જાેરદાર ટક્કર થતાં આ બનાવ બનવા પામ્યો. આ અકસ્માતમાં ૨ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા જયારે એક વ્યક્તિ ગંભીરપણે ઘાયલ થયો. અકસ્માતને પગલે ભારે ભીડ ભેગી થઈ હતી.
સતર્ક નાગરિકે બનાવને પોલીસને જાણ કરતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પંહોચ્યો. મહારાણા પ્રતાપ સર્કલ નજીક સર્જાયેલ ગંભીર અકસ્માતમાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડયો. જ્યારે અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર ૨ મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી. ઘટનાસ્થળ પર હાજર કેટલાક લોકોનું કહેવું છે કે ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત બનવા પામ્યો. હાઈવે પર બાઈક પર પતિ પત્ની અને એક બાળક સવાર હતા. હાઈવે પર પસાર થતા બાઈક ચાલક સાથે ટ્રક ચાલકની ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો. ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થયો. આ ઘટનામાં માતા પુત્રનું કરુણ મોત નિપજયું જ્યારે પતિનો આબાદ બચાવ થયો. બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.
અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ બનવા પામી હતી. ગંભીક અકસ્માતમાં ૨લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા લોકોના ટોળેટોળા એકઠા થયાહતા. ટ્રક ચાલકની બેદરકારીના પરિણામે અકસ્માત બન્યો હોવાનું પોલીસને લોકોએ માહિતી આપી હતી. ઈડર પોલીસ આ અકસ્માતમાં પ્રાથમિક કામગીરી કર્યા બાદ આગળની વધુ તપાસ હાથધરી છે. હાલમાં મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી જ્યારે ઘાયલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
Recent Comments