fbpx
ગુજરાત

સાબરકાંઠાના નાડા ગામે યોજાયેલ લગ્નપ્રસંગમાં લોકો ડીજેના તાલે ઝૂમ્યા

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર પૂર્ણતાના આરે છે, અને ત્રીજી લહેરની વાતો કરવામાં આવી રહી છે. તેમ છતાં લોકોને જાણે કોઈ ડર જ ના હોય તે વર્તી રહ્યા છે. કોરોના મહામારીમાં પણ લગ્નપ્રસંગ, રેલીઓના અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પોશીનાના નાડા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં રીતસર કોરોના ગાઈડલાઈનના ધજાગરા જાેવા મળ્યા હતા.

સાબરકાંઠામાં કોરોનાનાં કેસ ઓછા થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં જાણે કોરોના જતો જ રહ્યો હોય તેમ લગ્નમાં મોટી મોટી પાર્ટીઓ તેમજ ડીજેના તાલે લોકો એકઠા થઇ રહ્યા છે. જેને લઈ ૫૦ લોકોની મર્યાદામાં લગ્ન યોજવા માટેની બહાર પડાયેલ કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો પણ જાેવા મળી રહ્યો છે. પાશીનાના નાડા ગામનો લગ્નપ્રસંગનો વાયરલ થયેલા વીડિયોમાં લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા છે, જેમાં લોકોના માઢા પર ન તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાેવા મળી રહ્યું છે. આ ઘટના બાદ જાણે લોકો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની સરકારે બનાવેલી ગાઈડલાઈનના ધજાગરા થતાં હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. પોશીના તાલુકાના નાડા ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ડીજેના તાલે લોકો ઝૂમતા જાેવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયોની તપાસ કરતા પોશીનાના નાડા ગામનો વીડિયો હોવાનું સામે આવ્યું છે. જેમાં લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જાેવા મળ્યા હતા. લોકો કોરોના મહામારીમાં પણ ભાન ભૂલીને ફરીથી ત્રીજી લહેને આમંત્રિત કરી રહ્યા છે. સાબરકાંઠાના પોશીના તાલુકાનો આ બીજાે બનાવ છે.

કોરોનાનાં કેસો ઓછા થતાની સાથે જ હવે ફરીથી લોકો લગ્નના મુહૂર્ત કઢાવી ધમધુમપૂર્વક લગ્નો યોજી રહ્યા છે. જેમાં લગ્નની મંજૂરી લઈએ તો પોલીસ તપાસ કરવા આવશે અને ૫૦થી વધુ લોકો હશે તો કાર્યવાહી કરશે. તેવા ડરથી ગ્રામ્ય વિસ્તારોમાં તો લોકોએ મંજૂરી લેવાનું જ ટાળી રહ્યા છે. સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ધામધૂમ પૂર્વક લગ્નો યોજાઈ રહ્યા છે. જેમાં સરકાર દ્વારા લગ્નમાં માત્ર ૫૦ લોકોની મંજૂરી આપી હોવા છતાં લગ્નમાં ૨૦૦થી ૩૦૦ લોકો એકઠા થઈ વરઘોડો તેમજ રાસગરબા સહિતના કાર્યક્રમો રાખી કોરોનાને આમંત્રણ આપતા જાેવા મળી રહ્યા છે. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવતા ન હોવાનું સામે આવ્યું છે.

Follow Me:

Related Posts