fbpx
ગુજરાત

સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં ન્હાવા પડેલા ૧૨ યુવકોમાંથી ૨ ના મોત

સાબરકાંઠાની હરણાવ નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. પોળો ફોરેસ્ટમાં હરણાવ નદીમાં ન્હાવા માટે ૧૨ યુવકો પડ્‌યા હતા. ન્હાવા પડેલા ૧૨માંથી ૨ યુવકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર, આ યુવકો ઉત્તરપ્રદેશના મિરઝાપુરના છે. નદીમાં ડૂબીને મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર મોકલવામાં આવ્યા છે. બંને મૃતકો ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. મહત્ત્વનું છે પોળોમાં દર વર્ષે ડૂબવાના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે છતાં તંત્ર નિષ્ક્રિય છે. નદીની આસપાસ સાવચેતી માટે સાઇન બોર્ડ લગાવાયું નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નદી-તળાવમાં ડૂબવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, તે એક ખૂબ મોટો ચિંતાના વિષય છે.

Follow Me:

Related Posts