સાબરકાંઠાના વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થતાં બે લોકોના મોત, ત્રણ લોકોની હાલત ગંભીર
સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં એક આઘાતજનક ઘટના બનવા પામી હતી, જ્યાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે. પહેલા એવી વાત સામે આવી હતી કે, ઓનલાઇન ઇલેક્ટ્રીક વસ્તુ મંગાવતા પાર્સલ આવ્યું હતું. પરંતુ હવે એવી માહિતી જાણવા મળી રહી છે કે, કોઇ અજાણ્યો શખ્સ આ પાર્સલ મૂકી ગયો હતો. તેને ખોલતાંની સાથે જ પ્રચંડ ધમાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે ત્યાં હાજર લોકોમાંથી એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
પાર્સલ ખોલતા બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળકીને સારવાર માટે જઇ જતાં સમયે રસ્તામાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ છે. બ્લાસ્ટનો અવાજ સાંભળીને અફરાતફરી મચી ગઇ હતી અને આસપાસના લોકો દોડીને આવી પહોંચ્યા હતા. સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ડીવાયએસપી, જીલ્લા એલસીબી સહિત વડાલી પોલીસ ઘટનાસ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે અને બ્લાસ્ટ થવાનું કારણ જાણવાના પ્રયાસો હાથ ઘરાયા છે.
Recent Comments