ગુજરાતના લૉ એન્ડ ઑર્ડર માટે આ ખરાબ સિગ્નલ છે – હાઈકોર્ટ જસ્ટિસ મોના ભટ્ટે એવી ટકોર કરી હતી કે, ગુજરાતના લૉ એન્ડ ઑર્ડર માટે આ ખરાબ સિગ્નલ છે. બાકી ગુજરાત ઘણું સલામત ગણાતું હતું. તમારા ઓફિસરોએ પ્રયત્ન નથી કર્યા એવું અમે નથી કહેતા પણ કોઈ પરિણામ નથી મળી રહ્યું. તપાસ કેવી રીતે કરવી એ કોર્ટ એમને ના કહી શકે. ૧૮ જાન્યુઆરી સુધીમાં આ કમિટી સગીરાને શોધીને કોર્ટ સમક્ષ રજૂ નહિ કરે તો કોર્ટ આ કેસની તપાસ અન્ય એજન્સીને સોંપી દેશે. અને મદદનીશ સરકારી વકીલને કોર્ટે આદેશ કર્યો હતો કે માનવ તસ્કરી માટેના સેલની મદદ લઈને આ સગીરાને શોધી લાવો. પોલીસ તરફથી વકીલે બચાવમાં એવી દલીલ કરી હતી કે, પોલીસને થાપ કેવી રીતે આપવી તે સગીરા બહુ સારી રીતે જાણે છે.
તે મોબાઈલ ફોન, સિમ કાર્ડ કે અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતી. છ્સ્ કાર્ડનો પણ ઉપયોગ નથી કરતી. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ નહિ કરતા પોલીસ તેના સુધી પહોંચી શકતી નથી. પોલીસના બચાવમાં એડવોકેટે એવી દલીલ કરી હતી કે, સગીરા પોલીસને થાપ આપે એટલી હોશિયાર છે, મોબાઇલ કે સિમ કાર્ડનો ઉપયોગ ન કરતી હોવાથી પોલીસને થાપ આપીને છટકી જાય છે. આવી દલીલ સાંભળી ખંડપીઠે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, તો હવે ગેંગસ્ટર પણ સગીરા પાસેથી પોલીસને થાપ કેમ આપવી તે શીખશે એવું કહેવા માગો છો?હાઇકોર્ટ સમક્ષ સાબરકાંઠાની ૧૭ વર્ષની સગીરાને શોધવા માતાએ હેબીયસ કૉર્પસ કરી છે. એક વર્ષ વીતી જવા છતાં એસપી કક્ષાનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેને શોધી નહિ શકતા જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે તમે એવો બચાવ કરો છો કે સગીરા પુખ્ત વય જેટલી હોશિયાર છે માટે પોલીસને થાપ આપે છે, પોલીસ તેને શોધી શકતી નથી. સગીરા પુખ્ત વય જેટલી હોશિયાર હોય તો સંસદમાં કાયદો લાવીને પુખ્ત વય ૧૮ વર્ષને બદલે ૧૬ વર્ષની કરી દેવી જાેઈએ. નહીતર પોલીસ સત્તાવાળાઓએ સગીરાઓનું રક્ષણ કરવું જ જાેઈએ. ખંડપીઠે એસપીનો રિપોર્ટ જાેઈને એવી ટકોર કરી હતી કે અમે તપાસ અન્ય એજન્સીને સોંપી રહ્યાં છીએ.
તમારા ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી અને પ્રયત્નો કર્યા પણ તેનું કોઈ પરિણામ તો મળ્યું નથી. અમને પરિણામ જાેઈએ છે. આપણે એવું માનીએ છીએ કે સગીરા કોઈની સાથે જતી રહી હશે. પણ એવું પણ બને કે ગેંગ તેને ઉપાડી ગઈ હોય. સગીરાને ભોળવીને કોઈ પણ લઈ જઈ શકે છે. હમણાંથી અમારા ધ્યાનમાં આવ્યું છે કે સગીરાને પુખ્ત થવામાં થોડા સમયની વાર હોય તેવા કિસ્સામાં પોલીસ તેને શોધવામાં વિલંબ કરે છે. થોડા સમયમાં સગીરા પુખ્ત બની જાય પછી તેને કોર્ટમાં રજૂ કરે છે. આ કોઈ સંજાેગોમાં ચલાવી લેવાશે નહિ. જે વિસ્તારમાંથી સગીરા ગુમ થઈ છે તે વિસ્તારમાં નાની ઉમરની છોકરીઓને ઉઠાવીને પત્ની તરીકે વેચવાનો ધંધો ચાલે છે. આ કેસમાં છોકરાના માં બાપ પણ સામેલ હશે. આવા કામ સાથે સંકળાયેલા કોઇ મોટા ગુંડાઓ નથી હોતા, કે તમારી પોલીસ ત્યાં સુધી પહોંચી ના શકે. એવું પણ બની શકે કે બહારની કોઈ ગેંગ અસામાજિક કામ માટે તેને ટ્રેનીંગ આપતી હોય. તો તમે શું કરશો? સુપ્રીમ કોર્ટે બચપન બચાઓ કેસમાં એવા કડક નિર્દેશ કર્યા છે કે, ગુમ થયેલા બાળકોને શોધવા માટેની ટીમ યોગ્ય કામગીરી ન કરી શકે તો તેમાં ફેરફાર કરીને નવી ટીમ બનાવી જાેઈએ. ઉચ્ચ અધિકારીઓને તેમાં સામેલ કરવા જાેઈએ. રાજ્યમાં કેટલા બાળકો ગૂમ થયા છે તેની વિગતો રિપોર્ટમાં આપવી જાેઈએ. સોશ્યલ મીડિયા છેલ્લા ૫ વર્ષથી છે. સોશ્યલ મીડિયા નહોતું ત્યારે પણ સગીરા ગુમ થતી હતી. પોલીસ ત્યારે શોધી નહોતી શકતી? તમારી તપાસ માત્ર સોશ્યલ મીડિયા સુધી જ સંકળાયેલી છે? કેટલાંક લોકો ક્યારેય ટેકનોલોજીનો ઉપયોગ ન કરે તો તમે આખી જિંદગી તેને શોધી ના શકો? તમે એવો બચાવ કરો છો કે સગીરા પુખ્ત વય જેટલી હોશિયાર છે. માટે પોલીસને થાપ આપે છે, પોલીસ તેને શોધી શકતી નથી. સગીરા પુખ્ત વય જેટલી હોશિયાર હોય તો સંસદમાં કાયદો લાવીને પુખ્ત વય ૧૮ વર્ષને બદલે ૧૬ વર્ષની કરી દેવી જાેઈએ. નહીતર પોલીસ સત્તાવાળાઓએ સગીરાઓનું રક્ષણ કરવું જાેઈએ.
Recent Comments