સાબરકાંઠાનો જવાન પશ્ચિમ બંગાળમાં શહિદઃ ગામમાં સન્નાટો વ્યાપ્યો
મા ભોમની રક્ષા કાજે ગયેલા અનેક યુવાનો શહીદ થતાં હોવાના અહેવાલ તમે જાેતા હશો, ત્યારે ગુજરાતના સાંબરકાંઠામાં વધુ એક જવાન શહીદ થયો હોવાની માહિતી મળી રહી છે. સાબરકાંઠાના જવાનનું નામ જેતાવત જયદીપ સિંહ છે. જેમનું પશ્ચિમ બંગાળમાં આકસ્મિત મોત થયું હોવાની માહિતી મળી રહી છે.
સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે, બીજી બાજુ શહીદ જવાનના પરિવારમાં કરૂણ આક્રંદ છવાયો છે. બીજી બાજુ શહીદ જવાનનું કુદરતી મોત થતાં તેમના મૃતદેહને માદરે વતન લવાયો હતો અને આજરોજ તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાનો વધુ એક જવાન શહીદ થયો હોવાની માહિતી મળતા સાબરકાંઠાના ઈડરના ગાંઠીયોલ ગામમાં સન્નાટો વ્પાયી ગયો છે. સાબરકાંઠા ઇડરના ગાંઠીયોલ ગામનો જવાન પશ્ચિમ બંગાળમાં પોતાની ફરજ બજાવતો હતો, ત્યારે ત્યારે કોઈ કારણોસર તેનું આકસ્મિત મોત થયું હોવાની માહિતી મળી હતી. ગુજરાતના શહીદ જવાનનું નામ જેતાવત જયદીપસિંહ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાબરકાંઠાના જેતાવત જયદીપસિંહના નશ્વરદેહને હાલ વતનમાં લાવવામાં આવ્યો હતો અને આજરોજ તેના પૂર્ણ રાજકીય સન્માન સાથે વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, સાબરકાંઠા ઈડરના ગાંઠીયોલ ગામનો જેતાવત જયદીપ સિંહનું આકસ્મિત મોતના સમાચારે ગ્રામમાં શોકની લાગણી વ્યાપી દીધી છે. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે. પરિવારના માથે આભ ફાટી પડ્યું હોય તેમ કરૂણ આક્રંદ જાેવા મળી રહ્યો છે.
Recent Comments