fbpx
ગુજરાત

સાબરકાંઠામાં ઠેર ઠેર મંદિરોમાં સવારે આરતી કર્યા બાદ દ્વાર બંધ કરવામાં આવ્યાં

વર્ષનો અંતિમ દિવસ એટલે અમાવસ અને આજના દિવસે થઇ રહેલા સૂર્યગ્રહણને લઈને સાબરકાંઠા જીલ્લામાં ઠેર ઠેર મંદિરોમાં વહેલી સવારે આરતી કર્યા બાદ મંદિરોના દ્વાર બંધ કરવામાં આવ્યાં છે. તો ગ્રહણ પૂર્ણ થયા બાદ મંદિરોના દ્વાર ખુલશે. ત્યાર પછી પૂજા અર્ચના અને આરતી કરવામાં આવશે. ખેડબ્રહ્મામાં આવેલા અંબિકા માતાજીના મંદિરમાં સવારે આરતી યોજાઈ હતી. ત્યારબાદ માતાજીના મંદિરમાં સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. તો ગ્રહણ બાદ રાત્રે મંદિરના દ્વાર ખુલશે. દ્વાર ખોલાયા બાદ શાયં આરતી કરવામાં આવશે અને ૯.૩૦ સુધી મંદિર ખુલ્લું રહેશે. ભક્તો અને દર્શનાથીઓ રાત્રે માતાજીના દર્શન કરી શકશે. તો આવતી કાલે સવારે મંગળા આરતી થશે,

ત્યારબાદ રાત્રે સુધી મંદિર ભક્તો અને દર્શનાથીઓ માટે ખુલ્લું રહેશે તેવું અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું. શક્તિ ભક્તિ અને આસ્થાનું સંગમ ગણાતા પ્રાંતિજના સાપડમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં અમાવસ્યા સૂર્યગ્રહણને લઈને વહેલી સવારે આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના દ્વાર બંધ કરી દેવાયા છે. તો સવારે થી રાત્રે સુધી મંદિર બંધ રહેશે જેને લઈને ભક્તો અને દર્શનાથીઓ દર્શન નહીં કરી શકે. સૂર્યગ્રહણને કારણે હિંમતનગરના ટાવર ચોકમાં આવેલા હનુમાનજી મંદિરમાં સવારે આરતી કર્યા બાદ દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં છે જેથી મંદિર આવતી કાલે સવારે ખુલશે. તો બીજી તરફ ટાવરથી સ્ટેશન રોડ પર આવેલા અંબાજી માતાજીનું મંદિર બંધ કરાયું છે જે રાત્રે ખુલશે. તો પોલોગ્રાઉન્ડમાં અને મહાવીરનગર ચાર રસ્તે આવેલા પંચદેવ મંદિરના દ્વાર સવારે આરતી કર્યા બાદ બંધ કરવામાં આવ્યા છે. સાંજે ગ્રહણ પૂર્ણ થયા બાદ રાત્રે મંદિર ખુલશે.

Follow Me:

Related Posts