ગુજરાત

સાબરકાંઠામાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેની પત્નીની હત્યા અને લૂંટ કેસઃ ત્રણ આરોપીઓ ૬ દિવસના રિમાન્ડ પર સોંપાયા

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં લૂંટ વીથ ડબલ મર્ડરની ઘટના ગત ૨૯ એપ્રિલે નોંધાઈ હતી, જેના લીધે આખા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો, ૩૫ લાખ રુપિયા રોકડ અને ૬૫ તોલા સોનાના દાગીના સહિત લાખો રુપિયાની લૂંટની ઘટના નોંધાઈ હતી. હિંમતનગર ડીવાયએસપી અતુલ પટેલ અને તેમની ટીમ દ્વારા હત્યાનો ભેદ ઉકેલતા એક સગીર અને ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઝડપેલા આરોપીઓમાં મૃતકની પુત્રવધુ અને તેના પૌત્રની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.પોલીસે પૌત્રવધુ અને સોપારી જેને આપી હતી તે યુવક સહિત ત્રણ જણાને કોર્ટમાં રજૂ કરતા છ દીવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. પોલીસે મોટાભાગનો મુદ્દામાલ રીકવર કરી લેવામાં સફળતા મેળવી છે. જોકે હજુ કેટલોક મુદ્દામાલ અને અન્ય આરોપીઓની આ ઘટનામાં સંડોવણી છે કે, કેમ એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts