રાજ્યમાં ફરી એક દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે, સાબરકાંઠા અને ખેડામાં દારૂના જથ્થા સાથે સ્ટેટ મોનિટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ ૧૩ લાખનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. પોલીસે ક શખ્સની ધરપકડ કરીને આઠ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.પ્રથમ બનાવમાં પોલીસે માહિતીને આધારે હિંમતનગર ઈડર હાઈવે પર હિંગળાજ માતા મંદિર પાસે દારૂનો જથ્થો લઈને જઈ રહેલા કાર અટકાવી હતી. પોલીસે કારમાંથી રૂ.૨,૬૧,૬૮૮નો દારૂ તથા કાર મળીને કુલ રૂ. ૬,૬૧,૬૮૮ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં નિશાન કાર કબજે કરી હતી. જ્યારે ચાર આરોપી ફરાર થઈ ગયા હતા. અન્ય બનાવમાં ખેડામાં અમદાવાદ હાઈવે પર લસુંદરા ગામ પાસેથી કારમાંથી રૂ.૧,૮૭,૬૦૦નો દારૂ તથા કાર મળીને રૂ.૬,૯૨,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.
સાબરકાંઠા અને ખેડામાં દારૂના જથ્થા સાથે એસએમસી દ્વારા ૧૩ લાખનો મુદ્દ્માલ કબજે કર્યો

Recent Comments