સાબરકાંઠા ઇડર ના ગઢ માં વિદ્યાર્થીઓ ને ડો કલામ સાહેબ ના જીવન કવન પર સેમીનાર માં અમરેલી ની ડો કલામ ઇનોવેટિવ વર્ક સંસ્થા ના મોટીવેશનલ સ્પીકર કેવલ મહેતા
સાબરકાંઠા ઇડર ના ગઢ માં વિદ્યાર્થીઓ ને ડો કલામ સાહેબ ના જીવન કવન પર સેમીનાર માં અમરેલી ની ડો કલામ ઇનોવેટિવ વર્ક ના મોટીવેશનલ સ્પીકર કેવલ મહેતા અમરેલી ની જાણીતી સંસ્થા ડો. કલામ ઇનોવેટીવ વર્ક દ્વારા અરવલ્લી ની પર્વતમાળા ની ગોદ માં વસેલા ઇડર, કેસરપુરા, વેડા, અને ખેડબ્રહ્મા ની વિવિધ શાળાઓ ની મુલાકાત લેવામાં આવી હતી અને અહીંની શાળાઓ માં અભ્યાસ કરતા 2500 કરતા વધારે વિદ્યાર્થીઓ ને ડો. કલામ સાહેબ ના જીવન પર આધારિત પ્રેરણા દાયી સેમિનાર આપવામાં આવ્યો હતો.જાણીતા મોટીવેશનલ સ્પીકર અને કલામ ઇનોવેટીવ વર્ક ના ફાઉન્ડર કેવલસર દ્વારા શીખવા માટેની સાચી પદ્ધતિ, વિદ્યાર્થી જીવન માં શિક્ષક નું મહત્વ, સ્વપ્ન પ્રાપ્તિ, આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય, અને વિદ્યાર્થી પોતાની આવડત થી કેવી રીતે પરિચિત થાય તે સંદર્ભે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને સાથે કલામ સાહેબ દ્વારા 2020 ના સ્વપ્ન ના ભારત ના નિર્માણ માટે કલામ સર દ્વારા સ્વરચિત દસસુત્રી પ્રતિજ્ઞા લેવડાવા માં આવી હતી.
કેવલસર અને તેમની ટિમ દ્વારા છેલ્લા ૭ વર્ષ થી વિવિધ શાળા અને કોલેજ માં કલામસર ના પ્રેરણાદાયી ઇન્જેક્શન લાખો વિદ્યાર્થીઓ ને આપવામાં આવ્યા છે અને કલામસર ના સ્વપ્ન ના ભારત ના નિર્માણ માં અને વિદ્યાર્થીઓ ના વ્યક્તિત્વ નિર્માણ માં અગત્ય ની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે સૃષ્ટિ સંસ્થા ના ચેતન પટેલ દ્વારા પણ આ શાળા ની મુલાકાત લેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ પાસે તેમની આઈડિયા કોમ્પિટિશન કરાવવા માં આવી હતી જેમાંપણ વિદ્યાર્થીઓ એ ખુબ ઉત્સાહ પૂર્વક લાભ લીધો હતો.આ ત્રિદીવસીય પ્રવાસ માં ડો. કલામ ઇનોવેટીવ વર્ક ની ટીમ ના પ્રીતિશભાઈ પંડ્યા, ઉમંગભાઈ જોશી, અને ધ્યેય ભાઈ પંડ્યા પણ જોડાયા હતા અને તેમના દ્વારા આ સેમિનાર ને સફળ બનાવવા માટે ખુબ ચાવીરૂપ ભૂમિકા ભજવવા માં આવી હતી.
ડો. કલામ ઇનોવેટીવ વર્ક અમરેલી ના સીમાડા ઓ વટાવી અને ગુજરાત થી લઇ અને વિવિધ રાજ્યો ના વિદ્યાર્થીઓ સુધી કલામ સાહેબ ના વિચારો પહોંચાડી અને રાષ્ટ્ર્રહિત માં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે અને કેવલસર અને તેમની ટીમ દ્વારા અમારા વિસ્તાર ના વિદ્યાર્થીઓ ની માફક દેશ ના અન્ય વિદ્યાર્થીઓ ને પણ તેમના માધ્યમ થી આ પ્રકારનો લાભ મળતો રહશે તેવો આશાવાદ વ્યક્ત કરવાની સાથે કલામ સાહેબ ના વિચારો ના માધ્યમ થી કલામ ઇનોવેટીવ વર્ક ની ટીમ રાષ્ટ્ર્ર નિર્માણ માં અમૂલ્ય યોગદાન આપવા માટે યુનિકયુ ઇન્ટરનેશનલ ના ડાયરેક્ટર શ્રી જીતુભાઇ દ્વારા કેવલસર અને તેમની ટીમ ને વિશેષ અભિનંદન આપવામાં આવ્યા છે તેવું સૃષ્ટિ સંસ્થા ના રમેશભાઈ પટેલ ની યાદી માં જણાવવા માં આવ્યું છે.
Recent Comments